રાષ્ટ્રીય

કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં મુંબઈ પોલીસે દાખલ કરેલ એફઆઈઆર રદ કરવાની માંગ કરી

સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે. એક સ્ટેન્ડ અપ કોમેડી શો દરમિયાન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહ્યા હતા, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે શિવસેના શિંદે જૂથના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.
આ મામલે બોમ્બે હાઈકોર્ટની વેબસાઈટ અનુસાર, કામરાએ ૫મી એપ્રિલે હ્લૈંઇ રદ કરવાની અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સામે નોંધાયેલ હ્લૈંઇ બંધારણ દ્વારા તેમને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. જસ્ટિસ સારંગ વી. કોટવાલ અને જસ્ટિસ શ્રીરામ એમ. મોડકની બેન્ચ ૨૧ એપ્રિલે આ કેસની સુનાવણી કરશે.
આ કેસમાં ત્રીજી વખત સમન્સ પાઠવ્યા બાદ પણ કુણાલ કામરા શનિવારે ફરી મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. શિવસેનાના વિધાનસભ્ય મુરજી પટેલે આ મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ૨૪ માર્ચે કામરા વિરુદ્ધ મ્દ્ગજીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે બાદમાં ઝીરો એફઆઈઆર ખાર પોલીસને ટ્રાન્સફર કરી હતી.
ગયા મહિને, મદ્રાસ હાઈકોર્ટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ તેમની કથિત ટિપ્પણી માટે મુંબઈમાં નોંધાયેલી એફઆઈઆરના સંબંધમાં કુણાલ કામરાને ૭ એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. કામરાએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તે ઉત્તર તમિલનાડુ જિલ્લાનો કાયમી રહેવાસી છે અને તેને ડર છે કે જાે તે મહારાષ્ટ્ર આવશે તો તેની તુરંત ધરપકડ કરવામાં આવશે અને કોઈ તેના પર હુમલો કરી શકે છે.

Related Posts