અમરેલી

અમરેલી જિલ્લા ની જનતાને ડુંગળી, મૂળા સમાન સમજતી ભાજપના સતાધીશો અને જિલ્લા પોલીસ તંત્ર સામે લાલઘૂમ નરેશ દેવાણી પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા

છેલ્લા ૩૦ વર્ષથી ભારત અને ગુજરાત રાજ્યમાં સતા પર ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલી રહ્યું છે. અને આ ડબલ એન્જીન, વિકાસ, ગતિશીલ ગુજરાત ના મોડલ અને ધર્મ નાં નામે સતત પ્રજાને આંખ આડા પાટા બાંધીને સતા ભોગવી રહી છે આમ જનતા નાં પ્રાણ પ્રશ્ને આંખ આડા કાન કરનારી આ ભાજપ ની સરકાર નાં સતાધીશો અને જીલ્લા પોલીસ તંત્ર ની કુંભનિંદરા માંથી જગાડવા માટે લોકો સમક્ષ પોતાની હય્યા વરાળ ઠાલવતા શ્રી  નરેશભાઈ દેવાણી પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા અમરેલી જીલ્લા ના ૧૫ મી વિધાનસભા માં પાંચેય ધારાસભ્ય તરીકે લોકોએ ચુંટી ને મોકલાવેલ છે ત્યારે પ્રજાના વિશ્વાસ ને તોડી ને પોતાની સતામાં મદમસ્ત બનીને તેમની પાર્ટી નાં સભ્યો નાં કામો કરવામાં રસ છે પરંતુ જે પ્રજા થકી ચુંટાઇ આવેલ છે તે પ્રજાને મૂળા, ડુંગળી ની સમાન સમજી રહ્યા છે. 

અમરેલી જીલ્લા માં બે ફામ દારૂ, ખનીજ ચોરી થઇ રહી છે, અને સમગ્ર અમરેલી જીલ્લા નાં નાગરીકો દ્વારા સતાધીશો, પોલીસ તંત્ર ને રજૂઆત કરવામાં આવેલ છે ત્યારે જીરા ગામના સરપંચ શ્રીએ લેખિત રજૂઆત તેમજ રેતી ચોરી નાં ડમ્પર, તેમજ ટ્રેક્ટર ટેલર નાં ફોટોગ્રાફ અને તેમના સી.સી.ટી.વી ફુટેઝ મોકલી આપેલ તેમાં સતાધીશો અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહી છે. પરંતુ તેમના સદસ્યો કે તેમના સતાધીશો જો મુશ્કેલી માં આવે અથવા કોઈ બિન કૃત્ય કરે તો તેમને બચાવવા માં એડી ચોટી નું જોર લગાવીને મહેનત કરે  છે ત્યારે સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા  માં જીલ્લા પંચાયતના  બે  સદસ્યો દ્વારા દબાણ કરીને સામાન્ય માણસ ને કોર્ટ ના પરિસર માંજેરી દવા પીવા મજબુર કરીને તેમની ફરિયાદ લેવામાં તેમની લાશ ત્રણ ત્રણ દિવસ સિવિલ હોસ્પિટલ માં રજળતી રહી હોય તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવેલ નહોતી પરંતુ તેમના આ સદસ્યોને  સાવરવામાં  આવી રહ્યા હતા 

જયારે ભારતીય જનતા પાર્ટી નાં સતાધીશો કે તેમના મોટા નેતા અમરેલી જીલ્લા માં આવતા રાતોરાત રોડ રસ્તા રીપેરીંગ સાફ સફાઈ થઇ જાય પરંતુ આમ જનતા ની રજૂઆત હોય ત્યારે આ સતાધીશો કે તંત્ર કુંભકર્ણ નિંદ્રા માં હોય છે. લોકોની મુશ્કેલીઓ ની કોઈ પરવાહ નથી. અમરેલી ના ધારાસભ્ય અને ઉપ દંડક દ્વારા જો રાતોરાત તેમના લેટરપેડ નાં ઉપયોગ કરનાર ને પકડી પાડવામાં આવતા હોય ત્યારે અમરેલી જીલ્લા માં વ્યાપક પ્રમાણ માં દારૂ, ખનીજ ચોરી જેવા બનાવોમાં કેમ ચુપ છે.? તેવા વેધક સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે આ તમામ હકીકત માં સતા ના જોરે આ સરકાર માત્ર આ ડબલ એન્જીન, વિકાસ, ગતિશીલ ગુજરાત ના મોડલ અને ધર્મ નાં નામ નો ખોટો પ્રચાર, પ્રસાર કરીને ભોળી પ્રજાને ગુમરાહ કરી રહી છે ત્યારે આ તમામ બાબતે ભારતીય જનતા પાર્ટીના સતાધીશો અને જિલ્લા પોલીસ તંત્ર સામે લાલઘૂમ નરેશભાઈ દેવાણી પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા

Related Posts