ચીનના દક્ષિણપશ્ચિમ ગુઇઝોઉ પ્રાંતના ગ્રામીણ વિસ્તારમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે, જ્યારે ૧૭ અન્ય લોકો હજુ પણ કાટમાળમાં ગુમ છે, એમ રાજ્ય મીડિયાએ જણાવ્યું છે. ગુરુવારે (૨૨ મે) ચાંગશી ટાઉનશીપમાં બે મૃતદેહ મળી આવ્યા હતા, અને નજીકના કિંગયાંગ ગામમાં બે અન્ય મૃતદેહ મળી આવ્યા હતા, જ્યાં ભૂસ્ખલનમાં આઠ ઘરોના ૧૯ લોકો દટાયા હતા, તેમ મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું.
ચીનની સ્થાનિક મીડિયા અનુસાર, ગુઓવા ટાઉનશીપ, જ્યાં કિંગયાંગ સ્થિત છે, ભૂસ્ખલન પછી મોટાભાગની વીજળી ગુલ થઈ ગઈ હતી. એક રહેવાસીએ રાજ્ય મીડિયાને જણાવ્યું કે આખી રાત વરસાદ પડ્યો હતો. આ વિસ્તારના ડ્રોન વીડિયોમાં ભૂરા રંગની માટીનો મોટો ઢોળાવ જાેવા મળ્યો છે જે ડુંગરાળ ભૂપ્રદેશના લીલા ઢોળાવને કાપી નાખે છે.
ચીનના ગુઇઝોઉ પ્રાંતમાં ભૂસ્ખલન, ચાર લોકોના મોત, ૧૭ લોકો ફસાયા

Recent Comments