દામનગર લાઠી તાલુકા ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતો ને AGR યોજના ટેક્ટર ઘટક હેઠળ ૧૨૫ ખેડૂતો ને ટેક્ટર રોટાવેટર થેચર સહિત સબસીડી યુક્ત ખેત સાધન વિતરણ ચકાસણી કેમ્પ યોજાયો દામનગર ખેત ઉત્પાદન બજાર માર્કેટ યાર્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા તાલુકા ના ખેડૂતો ને AGR યોજના ટેક્ટર ઘટક હેઠળ ૧૨૫ જેટલા ખેડૂતો ને ટેક્ટર રોટાવેટર થેચર સહિત ખેત સાધન વિતરણ ચકાસણી સબસીડી કેમ્પ યોજાયો સમગ્ર લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો પોત પોતા ના ખેતી વિષયક વાહનો સાથે દામનગર માર્કેટ યાર્ડ પરિસર માં ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત સરકાર દ્વારા લાઠી તાલુકા પંચાયત ના ખેતીવાડી અધિકારી વિક્રમભાઈ દેથલિયા વિસ્તરણ અધિકારી ગ્રામસેવક એ વી હુંમલ મયુરભાઈ કુવાડીયા મધુબેન ડાભી દામનગર શહેર માર્કેટ યાર્ડ ના દેવેન્દ્રભાઈ આચાર્ય સતિષભાઈ કથીરિયા દામનગર નગરપાલિકા ના અમિતભાઇ આચાર્ય સહિત અનેક કર્મચારી ઓની ઉપસ્થિતિ માં વિવિધ યાંત્રિક ખેત ઓજારો ઉપર સરકાર દ્વારા ૧૨૫ જેટલા ખેડૂતો ને ૪૦ ટકા જેવા સબસીડી યુક્ત કૃષિ વિષયક યાંત્રિક સાધનો ની ફાળવણી સબસિડી અને ચકાસણી કેમ્પ યોજાયો હતો
Recent Comments