અમરેલી

લાઠી લીલીયા પાટીદાર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ સુરત ખાતે યોજાયા

લાઠી લીલીયા પાટીદાર પ્રીમિયર લીગ નું સુરત ખાતે યોજાયા તા.૨૬-૨૭ એપ્રિલ ના રોજ LLPPL – 2 લાઠી લીલીયા પાટીદાર પ્રીમિયર લીગ નું સુરત ખાતે ભવ્ય આયોજન યોજાયું જેમાં કુલ ૮ ટીમ એ ભાગ લીધેલ અને અંતે ભારે રસાકસી બાદ સુરત સુપર કિંગ્સ નો વિજય થયો હતો.ટુર્નામેન્ટ માં ગુજરાત વિધાન સભા દંડક કૌશિકભાઇ વેકરિયા લીલીયા સાવરકુંડલા તાલુકા ના ધારા સભ્ય મહેશભાઈ કસવાલા પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત વિપુલભાઈ દુધાત ઇફકો ડિરેક્ટર ભાવેશભાઈ રાદડીયા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેલ. અને ટાઇટલ સ્પોન્સર તરીકે માર્વેલ હાઇટ્સ અને ધ એન્ટિલિયા – અરવિંદભાઈ અકબરી તેમજ કો સ્પોન્સર તરીકે સ્ટ્રીલિયન્ટ જ્વેલ્સ – મિતુલભાઈ માંગુકિયા તરફથી સ્પોન્સરશિપ મળેલ અને અન્ય ઘણા બધા સ્પોન્સર મિત્રો ની મદદ થી ભવ્ય આયોજન થયેલનસમગ્ર આયોજનના આયોજકો હિરેન ભંડેરી સમ્રાટ ધામત શૈલેષ રાદડીયા નિલેશ હોથી, દર્શન ગઢીયા, રોનક હીરપરા, ધર્મેશ ધોરાજીયા,અંકિત શિંગાળા, દિવ્યેશ ધોરાજીયા, સંસ્કાર સોજીત્રા, મોન્ટુ પટેલ, મિલન ગઢીયા, મૌલિક બાબરીયા, લખન બલર, ગુણવંત ભુત, બિપિન ઘેવરીયા, અશ્વિન બુધેલીયા, કેનિલ દુધાત, હર્ષિલ પાનશેરિયા,ભાવિન રાદડીયા, રાજ કાકડિયા ને તમામ મહેમાનોએ આ તકે શુભેચ્છાઓ પાઠવી.

Related Posts