વિધાનસભા ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે, ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગરો, માફિયાઓ બેફામ થયા છે. યુપી-બિહાર કરતા પણ ગુજરાતની સ્થિતિ બદતર છે. દારૂ-ડ્રગ્સના માફિયા, ભૂમાફિયા, ખનન માફિયા, મેડીકલ માફિયા, બળાત્કારીઓ, ખંડણીખોરો આ બધા જ લોકો બેફામ થયા છે. કોઈને પણ પોલીસનો, પ્રશાસનનો કે કાયદાનો ડર રહ્યો નથી. સરકારનો કોઈપણ જાતનો કન્ટ્રોલ પણ રહ્યો નથી.
એકબાજુ ગૃહમંત્રી પોતાની વ્યક્તિગત ઈમેજ વધારવા માટે બ્રાન્ડીંગ કરવામાં વ્યસ્ત છે બીજી બાજુ ગૃહમંત્રીશ્રી જવાબદાર પદ પર રહીને પણ બેફામ નિવેદનો કરે કે દંડાથી બધાને સીધા કરીશું, વરઘોડા તો નીકળશે જ. આપણે બધા જ જાણીએ છીએ કે ભૂતકાળમાં પણ નામદાર હાઈકોર્ટ અને કોર્ટ દ્વારા અનેક વખત સરકારને, પોલીસને ઠપકા પણ મળ્યા છે કે આ રીતે વરઘોડા કાઢો, લોકોને મારપીટ કરો એ યોગ્ય નથી. તેમ છતાં સરકાર સુધારતી નથી. બીજી બાજુ સોશ્યલ મીડિયા, મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે ગૃહમંત્રી કહે કે વરઘોડા તો નીકળશે જ. પણ અમારે ગૃહમંત્રી, સરકારને કહેવું છે કે જો વરઘોડા કાઢવા જ હોય તો મૂલસણાનું ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ કર્યું એના જવાબદાર લોકો જેલમાં છે એમની ધરપકડ થઇ ત્યારે કેમ વરઘોડા ના કાઢવામાં આવ્યા? ગુજરાતમાં હમણાં જ ખ્યાતિ હોસ્પીટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયું જે તો એક હોસ્પિટલનું પકડાયું આવું તો આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે.
આ ખ્યાતિ હોસ્પીટલમાં ૩ વર્ષમાં ૧૧૦ કરતા વધારે લોકોના મૃત્યુ થયા તેના આંકડા બહાર આવી ગયા છે એ ખ્યાતિ હોસ્પીટલના કૌભાંડના જવાબદાર લોકો છે એમાં જે આરોપીઓ પકડાયા છે એમના વરઘોડા ગૃહમંત્રીશ્રી કેમ હજુ સુધી નથી કાઢતા? કરોડો રૂપિયા ભાજપને ફંડ આપ્યું છે એટલે એના મુખ્ય સુત્રધારો એ કાર્તિક પટેલ હોય કે બીજા લોકો હજુ સુધીન કેમ નથી પકડાયા. જો વરઘોડા કાઢવા જ હોય કાયદાનો ડર ઉભો કરવો હોય તો ખ્યાતિ હોસ્પિટલ જેવા કૌભાંડો કરવાવાળા, લોકોની હત્યા માટે જવાબદાર હોય તેવા લોકોના કેમ વરઘોડા નથી કાઢતા?
એક ના ડબલની સ્કીમમાં ૬૦૦૦ કરોડનું BZ કૌભાંડ આપણે જોયું, ગૃહમંત્રી સાથે ફોટા હોય, ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે ફોટા હોય, એમના મંત્રી, ધારાસભ્યો સાથે ઘરોબો હોય જેના ટ્રસ્ટમાં ભાજપના નેતાઓ, હોદ્દેદારો ટ્રસ્ટીઓ હોય એવા એક ના ડબલની સ્કીમવાળા ૬૦૦૦ નું કૌભાંડ કરનાર મુખ્ય સુત્રધાર ભુપેન્દ્રસિંહ ઝાલા કેમ હજુ સુધી નથી પકડાતા? લોકોના ૬૦૦૦ કરતા વધારે રકમ ડૂબાડનાર લોકો છે એનો વરઘોડો કાઢવાની હિંમત સરકારની કે ગૃહમંત્રીની કેમ નથી થતી?
ગુજરાતમાં નકલી PMO અધિકારી પકડાયા, નકલી CMO અધિકારી પકડાયા, નકલી કચેરીઓ પકડાઈ, નકલી ટોલનાકા પકડાયા, નકલી જજ પકડાયા, બધું જ નકલી પકડાયું એ કિરણ પટેલ થી લઈને નકલી જેટલા પકડાયા એના વરઘોડા સરકારશ્રી કે ગૃહમંત્રીએ કેમ ના કાઢ્યા? ગુજરાતમાં લાખો લોકોને નક્લીના નામે લુંટ ચલાવાઈ રહી છે એ બાબતે ક્યારેય વરઘોડા ના નીકળ્યા, જે બળાત્કારીઓ છે, ડ્રગ્સ પેડલરો છે ભાજપનો ખેસ પહેર્યો છે, જેનો ભાજપના નેતાઓ સાથે ઘરોબો હોય અને ફોટા હોય એવા એકપણ ભાજપના મળતિયાઓનો વરઘોડો કેમ નથી નીકળતો?
જયારે ગુજરાતમાં કૌભાંડ કરવાવાળા, ભ્રષ્ટાચારીઓ, ગુનેગારો બુટલેગરો, અસામાજિક તત્વો બેફામ બન્યા છે, રોજ ટીવીમાં જોઈએ છીએ કે જમીનના કબ્જા લેવા માટે ખુલ્લા હથિયારો સાથે ઉભા છે, ક્યાંક ખંડણી વસુલીના નામે લોકોના જીવ જઈ રહ્યા છે. નાનીનાની દીકરીઓ પર બળાત્કાર થઇ રહ્યા છે, એ કોઈને પણ પોલીસ પ્રશાસનનો કે કાયદાનો ડર નથી રહ્યો, સરકારનો કોઈ જગ્યાએ અંકુશ નથી રહ્યો, એ ખ્યાતિ કાંડ હોય કે BZ કાંડ હોય એવા કરોડો-અબજો રૂપિયાનું ખોટું કરવાવાળા છે એના મુખ્ય સુત્રધાર નથી પકડાયા, ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે, આવી સસ્તી પ્રસિદ્ધિમાંથી બહાર આવો અને ખરેખર કાયદો અને પોલીસનું શાસન પ્રસ્થાપિત કરો ગુનેગારોમાં ડર હોવો જોઈએ કે, અને કાયદો ગુજરાતમાં અસ્તિત્વમાં છે, કાયદાનું શાસન છે એવું પ્રસ્થાપિત કરો. અને મુખ્યમંત્રીશ્રી જયારે ગૃહ વિભાગ જોતા હોય તો એમને પણ કહેવા માંગીએ છીએ કે ગુજરાતમાં જે કૌભાંડીઓ છે, ગુનેગારો છે, માફિયાઓ છે, એમની સામે ખાલી મૃદુ બનીને નિવેદનો કરો એ પુરતું નથી એમની સામે કડક કાર્યવાહી કરવા માટે સરકાર ક્યારે મક્કમ બનશે એનો જવાબ આજે ગુજરાતની જનતા સરકાર પાસે, માંગી રહી છે.
















Recent Comments