સાવરકુંડલા તાલુકાએ વિકાસના પંથે વધુ એક મજબૂત પગલું ભર્યું છે. ઘોબાથી
ઠાસા-ગારિયાધાર રોડ પર શેત્રુંજી નદી પર રૂ.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અતિ મહત્વપૂર્ણ
બ્રિજ અને સાવરકુંડલાના ઘોબા-પીપરડી રોડ પર રૂ.૧.૨૦ કરોડના ખર્ચે બનનારા બ્રિજનું
આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બન્ને બ્રિજ થકી સાવરકુંડલા તાલુકો અને ગારીયાઘાર
તાલુકા વચ્ચે એક ૫રિવહનની વઘારાની સુવિઘા પ્રાતપ્ત થશે.જેનાથી સ્થાનિક લોકો માટે
પરિવહનની સુગમતા વધારશે,તેમના જીવનને સરળ બનાવશે અને પ્રદેશના વેપાર-વાણિજ્યને
નવી ઊંચાઈઓ આપશે.
આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબની પ્રેરક
ઉપસ્થિતિ રહી હતી.તેમની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી
દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી પુનાભાઈ ગજેરા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી પ્રમોદભાઈ
રંગાણી,મોટાભમોદ્રા સરપંચશ્રી ભાવેશભાઈ ખૂંટ, તાલુકા ભાજ૫ના ઉ૫પ્રમુખશ્રી દિલુભાઈ ખુમાણ,કિશનભાઈ
ખુમાણ,ઘોબા ગામના સરપંચ શ્રી પ્રતાપભાઇ અને પીપરડીના સરપંચશ્રી તેમજ ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા
હતા તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments