ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા
ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી
જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે લાઠી પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૫૦૧૦૨/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના
ચોરીના ગુનાના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા
ફરતો હોય, મજકુર ચોરીના ગુનાના આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત
આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી
આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
લાલજીભાઇ જગાભાઇ મેર, ઉ.વ.૨૬, રહે.લાઠી, ખોડીયારનગર, તા.લાઠી,
જિ.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) એક Redmi કંપનીનો 10 Pro મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/-
(૨) એક હીરો કંપનીનું મોટર સાયકલ રજી. નંબર GJ-14-AF-9129 કિં.રૂ.૩૦,૦૦૦/- મળી
કુલ કિં.રૂ.૪૦,૦૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી લાલજીભાઇ જગાભાઇ મેર નીચે મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.
(૧) લાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૦૧૦૭૮/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),
૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ તથા ગુ.રા. નાણા ધીરધાર કાયદા અધિનીયમ એકટ ૨૦૧૧ ની
કલમ ૪૦, ૪૨(એ) મુજબ
(૨) લાઠી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૦૦૨૬૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૨૬૯,૨૭૦,૧૮૮ તથા
મહામારી અધિનિયમની કલમ ૩ મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી
વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની,
અશોકભાઇ કલસરીયા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુવારદાસ દ્વારા કરવામાં
આવેલ છે.
Recent Comments