ગુજરાત

જામનગર જૂના રેલવે સ્ટેશન પાસેથી એલસીબીની ટીમે ઈંગ્લિશ દારૂ અને બિયરમાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો

જામનગર એલસીબી પોલીસની ટીમને મોટી સફળતા મળી છે જેમાં, જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ઈંગ્લિશ દારૂ અને બિયરમાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
એલસીબી પોલીસની ટીમ દ્વારા જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન દડિયા ગામમાં રહેતો ભાવેશ ભરતભાઈ સરવૈયા નામનો શખ્સ ત્યાંથી પસાર થતાં પોલીસે તેની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન તેની પાસેથી ૩૪ નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને ૨૦ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.
આથી પોલીસે ઈંગ્લિશ દારૂ અને બીયર સહિત રૂપિયા ૨૧,૦૦૦ ની માલમતા કબજે કરી આરોપી ભાવેશ સરવૈયાની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછમાં ઉપરોક્ત બિયર અને દારૂ ગોવાના સંજુભાઈ ગબ્બર નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Related Posts