સાવરકુંડલા તાલુકામાં થોડા સમય પહેલા જ મામલતદાર અને તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકે બદલી થઈ આવેલ જે.એન. પંડ્યા દ્વારા સાવરકુંડલા તાલુકામાં રેશનકાર્ડ ની વિવિધ કામગીરીઓ તેમજ ઈ.કે.વાય.સી., વિદ્યાર્થીઓ માટે આવક, જાતિ ના દાખલાઓ તાત્કાલિક મળી રહે તેવી કામગીરી, વૃદધો સિનિયર સીટીઝન ના પેનશન, વિવિધ સહાયો માટેના ફોર્મ દાખલાઓ ઝપડથી સાવરકુંડલા શહેરના શહેરીજનો અને તાલુકા ગામોના લોકોને મળી રહે તેવી સુંદર કામગીરી સાવરકુંડલા મામલતદાર કચેરીમાં કરવામાં આવેલ જે બદલ અમરેલી જીલ્લા ક્ષત્રિય સમાજના અગ્રણી ભરતભાઈ વીછીયા દ્વારા સાવરકુંડલા મામલતદાર જે.એન.પંડ્યા સાહેબ ની શુભેચ્છા મુલાકાત લઈને અભિનંદન પાઠવ્યા હતા.
સાવરકુંડલા મામલતદાર ની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવતા ક્ષત્રિય સમાજના અગ્રણી.

Recent Comments