અમરેલી

કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય માહિતી માર્ગદર્શન સેમિનારનું આયોજન

જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ અમરેલીના બાબાપુર મુકામે સર્વોદય આશ્રમ સંચાલિત મહિલા અધ્યાપનમાં પી.ટી.સીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ હેઠળ કાયદાકીય માહિતી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં મહિલાઓને કાયદાકીય જોગવાઈઓ સહિતની બાબતોની માહિતી પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટરની પ્રવૃત્તિઓ, નારી અદાલત, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી શૈલેષભાઈ કણઝરીયા, એડવોકેટ શ્રી જાગૃત્તિબેન જોષી અને શ્રી શોભિનીબેન વોરા, પ્રિન્સીપાલ શ્રી નસીમબેન સવંટ, નારી અદાલત સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Related Posts