અમરેલી

સાવરકુંડલાના હાર્દ સમા નદી બઝારમાં વર્ષોથી બિસ્માર અને બિમાર ટાવર ઘડિયાળને પણ સમયના પ્રવાહ સાથે ચાલવા દો

સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાના પ્રયાસો ગતિમાન હોય તેવી વેળાએ સાવરકુંડલા શહેરની મધ્યમાં સૌને સૌનો સમય બતાવવા માટે સર્જાયેલ ટાવર અર્થાત ટાવર ઘડિયાળના એ થંભી ગયેલાં કાંટાને ફરી કાર્યાન્વિત ન કરી શકાય? એવો વેધક સવાલ આજરોજ સાવરકુંડલાના બુધ્ધિજીવોમાં  ફરતો થયો છે. હા, આ સવાલમાં સાવરકુંડલાના શહેરીજનોની એ દબાયેલી લાગણીઓ પણ કદાચ ફરી અંકૂરિત થતી હોય તેવું લાગે છે. સાવરકુંડલાની ઉત્સાહી નગરપાલિકાની સમગ્ર ટીમ આ સંદર્ભે કોઈ નિર્ણય લે અને ફરી એ ટાવરને પોતાના અસલી મિજાજ મુજબ રણકવાનો અવસર પ્રદાન કરે એવી લોકલાગણી પણ અભિવ્યક્ત થઈ.વર્ષોથી ઘૂળ અને કાટ ખાઈ ગયેલા એ ટાવર ઘડિયાળને ફરી કોઈ નવજીવન આપે એવી  નવા પ્રારંભ થતાં ૨૦૨૬ ના સુપ્રભાતે આશા. સમયને તો સાચવો તો જ સમય આપને સાચવશે. પ્રસ્તુત તસવીર સાવરકુંડલાની મધ્યમાંથી પસાર થતાં અમરેલી મહુવા હાઈવે બાજુમાં શોપિંગ માર્કેટમાં ઉભેલા એ ખખડધજ હાલતમાં રહેલાં ટાવરની છે. સાવરકુંડલા નગરપાલિકા આ સંદર્ભે યોગ્ય તજજ્ઞના માર્ગદર્શન હેઠળ આ બંધ પડેલા ટાવરને ફરી ગુંજતો કરે એવી બુધ્ધિજીવો આગ્રહપૂર્વક જાહેર વિનંતી કરતા જોવા મળેલ.

Related Posts