નવા વર્ષની શુભ શરૂઆત યોગ, સંસ્કૃતિ અને સૂર્ય ઉપાસનાથી થાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ
બોર્ડ દ્વારા તા.૧ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૭ થી ૮ કલાક દરમિયાન “સૂર્યનમસ્કાર ધ્યાન
સત્ર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ Gujarat State Yog Board ની YouTube ચેનલ પર LIVE પ્રસારણના માધ્યમથી
રાજ્યભરમાં તથા દેશ-વિદેશના નાગરિકો માટે ખૂલ્લો રહેશે.
સૂર્યનમસ્કાર ભારતની લગભગ ૫૦૦૦ વર્ષ જૂની પ્રાચીન યોગ પરંપરા છે, જે શરીર, મન અને
જીવનને સાચી દિશા આપે છે. સૂર્યનમસ્કાર દ્વારા શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્થિરતા, આત્મિક શાંતિ
અને જીવનમાં સકારાત્મકતા પ્રાપ્ત થાય છે.
નવા વર્ષના પ્રારંભે આ યોગાભ્યાસ અપનાવી વ્યસનમુક્ત, સ્વસ્થ, સુખી અને દિશાબદ્ધ જીવન
તરફ આગળ વધવાનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જોડાનાર તમામ ભાગીદારોને પ્રમાણપત્ર
પણ આપવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે https://suryanamaskar.gsyb.in/?ref=VISHA1 લિન્ક
પર જઈ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર જિલ્લા યોગ કો-
ઓર્ડીનેટર શ્રી વિશાલભાઈ ડાભી (8000826379) નો સંપર્ક કરવાનો રહેશે.


















Recent Comments