ગુજરાત

જુનાગઢના SP હર્ષદ મહેતાનું રાજીનામું, પોલીસ બેડામાં ચકચાર, બુટલેગરોની સાંઠગાંઠની વાતનો પત્ર વાયરલ

૨ દિવસ પહેલા જ જીઁ હર્ષદ મહેતાનો બુટલેગરોની સાંઠગાંઠની વાતનો પત્ર વાયરલ પણ થયો હતો જુનાગઢના જીઁ હર્ષદ મહેતાના અચાનક રાજીનામાના કારણે સમગ્ર રાજ્યના પોલીસબેડામાં ભારે ચકચાર મચી છે. ૨ દિવસ પહેલા જ જીઁ હર્ષદ મહેતાનો બુટલેગરોની સાંઠગાંઠની વાતનો પત્ર વાયરલ પણ થયો હતો અને ત્યારબાદ ઘણા સવાલો પણ ઉભા થયા હતા. જૂનાગઢના જીઁ હર્ષદ મહેતાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. હર્ષદ મહેતાનું રાજીનામું એ સમયે આપ્યું છે,

જ્યારે ૨ દિવસ પહેલા જ તેમના દ્વારા એક પત્ર વાયરલ થયો હતો, જેમાં બુટલેગરો અને પોલીસના સાતે સાંઠગાંઠની વાતો જાહેર કરવામાં આવી હતી. આ પત્રમાં જીઁ હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, જિલ્લાની પોલીસની મીઠી નજર હેઠળ દારુ અને જુગારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જે પછીથી પ્રગટ થઈ છે. આવતીકાલે જીઁ હર્ષદ મહેતા નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં આવતીકાલે જીઁને ભવ્ય વિદાય અપાશે. હર્ષદ મહેતાના અચાનક રાજીનામાના કારણે અનેક લોકો અવાચક બન્યા છે. આવતીકાલે જૂનાગઢમાં પોલીસ વડાનો ભવ્ય રોડ શો કાઢવામાં આવશે. શહેરની બહાઉદ્દીન કોલેજ ખાતેથી પોલીસ વડાનો રોડ શો યોજાશે. ત્યાર જીઁ હર્ષદ મહેતાનો વિદાય પહેલા જુનાગઢ જીઁનો નવો રંગ પણ જાેવા મળ્યો હતો. જીઁ હર્ષદ મહેતાએ તબલા વગાડ્યા હતા અને જીઁએ રમકડા સાથે તાલ મિલાવ્યો હતો. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ પણ થયો છે. હર્ષદ મહેતા દ્વારા વાયરલ થયેલા પત્રના કારણે સમગ્ર રાજ્યમાં પોલીસ અને પ્રશાસન સામે અનેક પ્રશ્નો ઉઠ્‌યા હતા, અને હવે તે એક મોટી ચર્ચાનો વિષય બની ગયો છે.

Related Posts