રાષ્ટ્રીય

LICની આ સ્કીમ બાળકો માટે છે સૌથી ખાસ, દરરોજ બચાવો માત્ર 150 રૂપિયા અમે મેળવો…

LICની આ સ્કીમ બાળકો માટે છે સૌથી ખાસ, દરરોજ બચાવો માત્ર 150 રૂપિયા અમે મેળવો…

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેના બાળકને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તે માટે તેઓ બાળકના જન્મથી સેવિંગ શરૂ કરી દે છે. જેથી ભવિષ્યમાં તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નથી. ત્યારે આજે અમે આપને એક પોલીસી વિશે જણાવીશું કે જેનાથી તમને ઘણો ફાયદો થશે.

બાળકના જન્મ સાથે જ માતા-પિતા તેના ભવિષ્યની યોજના બનાવવા લાગે છે. ત્યારે LIC તમારા માટે લઈને આવ્યું છે એક શાનદાર સ્કીમ. જેનું નામ છે ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન. આ સ્કીમથી તમે તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત રાખી શકો છો.

આ માટે તમારે રોજના 150 રૂપિયા બચાવવાના રહેશે. આ પોલીસે 25 વર્ષ માટેની હોય છે. જ્યારે તમારું બાળક 18 વર્ષનું થાય છે ત્યારે પહેલી વાર તેનું ભુગતાન થાય છે. બીજી વાર બાળકના 20 વર્ષના થવા પર તથા ત્રીજી વાર તેના 22 વર્ષ થવા પર ભુગતાન મળે છે. 

આ સ્કીમ હેઠળ તમને બિમીટ રાશિના 20-20 ટકા મળે છે. જ્યારે બાળક 25 વર્ષનું થાય ત્યારે તેને બધી જ રકમ આપી દેવામાં આવે છે. ત્યારે તેને 40 ટકા બોનસ સાથે રકમ ળે છે.  આ વીમાના હપ્તા વર્ષના 55,000 રૂપિયાના આવે છે. જો તેને 365 દિવસના હિસાબે જોવામાં આવે તો 25 વર્ષમાં તમારે 14 લાખ રૂપિયા જમાા કરાવવાના અને પછી તમને મેચ્યોરિટી પર તમને કુલ 19 લાખ રૂપિયા મળે છે. 

પોલિસી લેવા માટે ડોક્યુમેન્ટ જરૂરી 
1. વીમાધારકના મેડિકલની જરૂર છે. 
2. આ પોલિસી માટે માતા-પિતાના આધાર કાર્ડ્સ, પેન કાર્ડ તથા એડ્રેસ પ્રૂફની જરૂર છે. 
3. જો આ દરમિયાન વીમાધારકનું મૃત્યુ થઇ જાય છે તો વીમાધારકની જમા કરાવેલ હપ્તાના 105 ટકા ભુગતાન કરવામાં આવે છે. 
4. પોલોસી લેવા માટે કોઈ એલઆઈસી બ્રાંચમાં જઈને કે કોઈ એજેંટ પાસેથી એક ફોર્મ લઈને ભરવું પડશે. 

Follow Me:

Related Posts