રાષ્ટ્રીય

શ્રીનગરમાં ‘માનસ શ્રીનગર ‘ પ્રારંભ પ્રસંગે ઉપરાજ્યપાલ શ્રી મનોજસિંહની ઉપસ્થિતિ

સત્ય, પ્રેમ અને કરુણાનાં સંદેશા સાથે ધરતીનાં સ્વર્ગ શ્રીનગરમાં શ્રી મોરારિબાપુએ સનાતન સંસ્કૃતિ રામકથાનું ગાન પ્રારંભ કરેલ છે. રામકથા ‘માનસ શ્રીનગર’ પ્રારંભ પ્રસંગે પ્રસંગે ઉપરાજ્યપાલ શ્રી મનોજસિંહાની ઉપસ્થિતિ રહી.

ધરતીનાં સ્વર્ગ શ્રીનગરમાં દાલ સરોવર કિનારે રામકથા ‘માનસ શ્રીનગર’ પ્રારંભ કરાવતાં શ્રી મોરારિબાપુએ કથાના સંકલ્પ અંગે સત્ય, પ્રેમ અને કરુણા

ભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે, સત્યથી અભય, પ્રેમથી ત્યાગ અને કરુણાથી અહિંસા તત્ત્વ લઈને રામકથા યોજી છે.

સનાતન સંસ્કૃતિ રામકથાનું પ્રારંભ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ કાશ્મીર પ્રદેશની શૈવ અને શાક્ત ઉપાસના માટેની સાધના ભૂમિનો ઉલ્લેખ કરી આ પ્રદેશનાં ભાઈ બહેનો માટે અખંડ ભારતનાં સંદેશા સાથે સૌનો સંવાદ પૂરા દેશ સાથે પૂરા વિશ્વમાં આપવાનો છે, તેમ ઉમેર્યું.

રામકથા મંગલાચરણમાં શ્રી તુલસીદાસજી દ્વારા થયેલ પંચદેવ વંદના સાથે જગદગુરુ આદિ શંકરાચાર્યજી દ્વારા સનાતન ધર્મ વંદનાનું ટૂંકમાં નિરૂપણ કરાયું.

રામકથા પ્રારંભે જમ્મુ કાશ્મીરનાં ઉપરાજ્યપાલ શ્રી મનોજસિંહાની ઉપસ્થિતિ રહી, તેઓએ શ્રી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી સમગ્ર વિશ્વમાં રહેલ રામકથાના મહિમાનો ઉલ્લેખ કર્યો.

શ્રીનગરમાં દાલ સરોવરનાં કિનારે વરસાદી વાતાવરણ વચ્ચે યજમાન પરિવાર ભારતીય લોક કલ્યાણ સંસ્થાનાં શ્રી અરુણભાઈ શ્રોફ દ્વારા પ્રારંભે પ્રસન્નતા સાથે પ્રાસંગિક ભાવ વ્યક્ત થયેલ.

રામકથા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા વિભાગ સાથે સ્થાનિકો દ્વારા સહયોગ રહ્યો છે.

Related Posts