ગુજરાત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, આગામી દિવસોમાં તાપમાન 2થી 4 ડિગ્રી વધશે

હવામાન વિભાગ દ્વારા આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે.ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઈ ગઈ છે.ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદની શક્યતાઓ છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 32 અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે.રાજ્યમાં ગઈકાલે 19 મી.મી વરસાદ નોંધાયો હતો. આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે. ગુજરાત પરથી ખરાબ હવામાનની અસર ટળી ગઈ છે.જેના કારણે માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર માછીમારોને દરિયો ખેડવા માટે ટોકન ઈશ્યુ કરશે. સરકાર સાવચેતીના પગલાં લીધા બાદ માછીમારોને દરિયો ખેડવા ટોકન ઈશ્યુ કરશે.સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે. આ વખતે ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં 21.4 ટકા વરસાદ નોંધાતો હોય છે. તેની સામે આ વખતે 339 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં 94 MM વરસાદ નોંધાયો છે. વરસાદી સિસ્ટમ ધીરે ધીરે નબળી પડી રહી છે અને એક થી બે દિવસની અંદર વરસાદ વિદાય લઈ શકે છે અને ગુલાબી ઠંડી જોર પકડી શકે છે.

Related Posts