સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા દ્વારા લીલીયા ખાતે આવેલી હોસ્પિટલના
નવીનીકરણ માટે ₹7 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. લીલીયા તાલુકાની જનતાને હવે વધુ સુવિધાયુક્ત આરોગ્ય
સેવાઓનો લાભ મળશે. આ ભંડોળનો ઉપયોગ હોસ્પિટલના બિલ્ડિંગના નિર્માણ, ફર્નિચરની વ્યવસ્થા અને ઇન્ટરનલ રોડ
નેટવર્કના સુધારણા માટે કરવામાં આવશે.આ પ્રોજેક્ટથી લીલીયાની આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે, જે
સ્થાનિક નાગરિકોને વધુ સારી તબીબી સારવાર અને સંભાળ પૂરી પાડવામાં મદદરૂપ થશે.હાલ માં હોસ્પિટલ બિલ્ડીંગ ખૂબ
જૂનું અને જર્જરિત છે , રાજ્ય સરકાર ના આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રચર ને વધારે આધુનિક અને સુવિધા સભર બનાવવા ના
અભિગમ હેઠળ લીલીયા તાલુકા વતી કરેલ રજૂઆતો ને ધ્યાન મા લઈ આ ઐતિહાસિક અને જનકલ્યાણકારી નિર્ણય લેવા
બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ નો ખૂબ ખૂબ આભાર
લીલીયા અને આસપાસના વિસ્તારોને મળશે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સુવિધાઓ

Recent Comments