અમરેલી

દિવાળી પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે લીલીયા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને લીલીયા પોલીસ સ્ટેશન દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો શાંતિ અને સલામતીપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તેવા શુભ આશયથી આ પગલું ભરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી. સાળુંકેની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે શહેરની મેઈન બજાર, નાવલી બજાર તેમજ અન્ય વિવિધ વિસ્તારોમાં ચાલીને પેટ્રોલિંગ કર્યું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન, લીલીયા પોલીસે નાવલી બજારમાં ટ્રાફિકને અડચણરૂપ થતા બિનઅધિકૃત રીતે પાર્ક કરેલા વાહનોના ચાલકોને દંડ પણ ફટકાર્યો હતો. દિવાળીના તહેવાર નિમિત્તે બજારમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે લીલીયા પોલીસે ખાસ કાળજી લીધી હતી.

Related Posts