ભાવનગર

ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણી

ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણીમાં હોંશભેર જોડાયાં વિદ્યાર્થીઓ 

માધ્યમિક અને પ્રાથમિક શાળા પરિવાર દ્વારા થયું આયોજન

ઈશ્વરિયા રવિવાર તા.૧૦-૮-૨૦૨૫

ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયાં. આ આયોજન માધ્યમિક અને પ્રાથમિક શાળા પરિવાર દ્વારા થયું.

વિશ્વ સિંહ દિવસ પ્રસંગે સરકાર શ્રીના આયોજન અને વન વિભાગ તથા શિક્ષણ વિભાગનાં સંકલન સાથે થયેલ ઉજવણીમાં સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં ઉત્સાહ સાથે કાર્યક્રમ યોજાઈ ગયો.

સિંહ દિવસ સિહોર તાલુકા સંયોજક શ્રી મૂકેશ પંડિતની ઉપસ્થિતિ સાથે ઈશ્વરિયા ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહ ગૌરવ સૂત્રોચ્ચાર યાત્રા યોજી. ઈશ્વરિયા માધ્યમિક શાળા આચાર્ય શ્રી ચિંતનકુમાર ત્રિવેદી અને પ્રાથમિક શાળા આચાર્ય શ્રી કિશોરભાઈ ઢેઢીનાં માર્ગદર્શન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષક શ્રી વિપુલભાઈ મકવાણા અને કેળવણી મંડળ અગ્રણી શ્રી બાબુભાઈ મકવાણા જોડાયાં હતાં. 

સિંહ દિવસ ઉજવણીમાં નિયત કાર્યક્રમ મુજબ થયેલ આયોજનમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયાં અને સિંહ પ્રત્યેની સંવેદના વ્યક્ત કરવા પ્રતિજ્ઞાબધ્ધ થયાં.

Related Posts