લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્રારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૯૦મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તા. ૧૭-૦૯-૨૦૨૫ ને બુધવારે આયોજન કરવામાં આવેલ હતું. નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દીપપ્રાગટ્ય ભુરખીયા હનુમાનજી મંદિરના પ્રમુખશ્રી દુષ્યંતભાઈ પારેખ મુંબઈ, એસટીસી સુધીરભાઈ દોલતભાઈ પારેખ અને અમરશીભાઇ પરમાર દ્રારા કરવામાં આવેલ હતું અને તેઓએ કેમ્પને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત ડોક્ટર ડૉ. રવિભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતા. તેમજ નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની પત્રિકાનું પણ આજુબાજુના ગામડામાં વિતરણ કરવામાં આવેલ હતું.
આ કેમ્પમાં ૧૨૮ દર્દીઓએ લાભ લીધો હતો અને ૪૭ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલયમાં લાવી નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. જરૂરિયાતમંદ વ્યક્તિઓના આંખના નંબર ચેક કરી ૨૬ વ્યક્તિઓને ચશ્મા વિતરણ પણ કરવામાં આવેલ હતું.
આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના ટ્રેઝરર લાયન અશ્વિનભાઈ ડોડીયા, પૂર્વ પ્રમુખ લાયન એમ.એમ.પટેલ અને લાયન બિમલભાઈ રામદેવપુત્રા તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડૉ. રવિ પરમાર, કીર્તિભાઇ ભટ્ટ, નિલેશભાઈ ભીલ વગેરે અને તેમની ટીમ તેમજ ભુરખીયા હનુમાનજી મંદિરના પ્રમુખશ્રી દુષ્યંતભાઈ પારેખ, અનિલભાઈ પારેખ, સંચાલકશ્રી ગોપાલભાઈ ચુડાસમા, દેવજીભાઈ સિંધવ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન રૂજુલભાઇ ગોંડલીયાની યાદી જણાવે છે.
લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા મુકામે ૯૦મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન



















Recent Comments