સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી) દ્વારા ફરી એક દારુ નો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ચોટીલાથી રાજકોટ તરફ આવતા હાઈવે પર આવેલ હોર્ન ઓકે હોટેલ ની સામે મલીયાસણ ગામ પાસે ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની માહિતી એસએમસીના અધિકારીઓને મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં સ્થળ પર સમયસર પહોંચીને ટ્રકમાં તપાસ કરતા ટ્રકની અંદરથી રૂ.૪૭,૮૪,૬૩૦ નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ૧૨,૫૯૮ દારૂની બોટલો અને ટીન હતા. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ અને રૂ.૧,૮૭૦ રોકડા મળીને કુલ રૂ. ૭૨,૯૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ટ્રકના ડ્રાઈવર ભાવેશ એન.મોરીની ધરપકડ કરી હતી.જ્યારે મુખ્ય આરોપી અને દારૂનો જથ્થો મોકલનારા સહિત પાંચ ફરાર શખ્સોની તાત્કાલિક ધોરણે શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ કુવાવડા રોડ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ચોટીલાથી રાજકોટ હાઈવે પરથી એસએમસી દ્વારા ટ્રકમાંથી રૂ.૪૭,૮૪,૬૩૦ નો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

Recent Comments