સુરત જન સેવા એજ પ્રભુ સેવા પહેલું સુખ નિરોગી શરીર તા.૨૦/૦૧/૨૫ સોમવારે સવારે આજીવિકા બ્યૂરો સંસ્થા દ્વારા ઉધના સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું સક્ષમ સુરત મહાનગર પ્રેરિત આભાર આઇ કેર, પ્રાણનાથ હોસ્પિટલ અને ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંકના સહયોગ તેમજ જયવીર ફેબ ના રમેશભાઈ પટેલ એ શ્રમિકો માં સ્વાસ્થ્ય અને સુરક્ષા ના અભિગમ ને જાગૃત કરવા માટે કેમ્પ નું આયોજન થયેલ હતું. નિષ્ણાંત ડોક્ટર શ્રીઓ દ્વારા ૭૦ શ્રમિકોનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને ૬૫ શ્રમિકોનાં આંખ ના નંબર ની કોમ્પુટરાઈઝ તપાસ કરવામાં આવી.૩૫ જેટલા શ્રમિકોને આંખ ના ચશ્મા ફક્ત ૫૦ રૂપિયા ના રાહત દરે આપવામાં આવેલ.૮ જેટલા શ્રમિકોને મોતિયાના ઓપરેશન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.૧૬ શ્રમિકોનું IPPB નું ખાતું ખોલાવી તેઓને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના માં જોડવામાં આવ્યાં આ કેમ્પ માં લોકદ્રષ્ટી ચક્ષુબેક રેડકોર્સ બલ્ડ સેન્ટર, સક્ષમ સુરત મહાનગર ના ઉપાઘયક્ષ ઓપ્થલ્મીક આસી.દિનેશભાઈ જોગાણી, BHMS ડો. ઘનશ્યામ વરિયા પોસ્ટલ બેંક ના સાગર ગોહેલ એ સેવા આપેલ હતી. આ કેમ્પના આયોજનને સફળ બનાવવા માટે આજીવિકા બ્યૂરો તરફથી સંજય પટેલ, શરદ ઝગડે, અશ્વિન વાડતીયા તેમજ લૂમ રમેશ પટેલ એ સૌનો આભાર માન્યો હતો.આવા અભીયાન મા જરુરીયાંત મંદ લોકો ને ખુબજ ઉપયોગી થાય છે
આજીવિકા બ્યૂરો સંસ્થા દ્વારા પાવરલૂમ્સ શ્રમિકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ ઉધના ખાતે યોજાયો


















Recent Comments