fbpx
અમરેલી

વિદેશમાં વસતા પણ વતનથી જોડાયેલા: હિતેન ભુતાનો સોરાષ્ટ્ર પ્રત્યેનો અનોખો પ્રેમ બે હજાર થી વધુ વિદ્યાર્થી મિત્રો ને નવી ટેક્નોલોજી વિશે સમજણ આપી 

દામનગર વિદેશમાં વસતા પણ વતનથી જોડાયેલા: હિતેન ભુતાનો સોરાષ્ટ્ર પ્રત્યેનો અનોખો પ્રફ્લોરિડા ના વ્યસ્ત બોર્ડરૂમમાંથી દામનગરના શાંતિપૂર્ણ ગામડાઓ સુધી, સાકાર ટ્રસ્ટના સ્થાપક અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત CEO હિતેન ભુતા સાબિત કરે છે કે સચ્ચા નેતૃત્વનું મૂળ વતન, સંસ્કૃતિ અને સમાજ પ્રત્યેના અનોખા પ્રેમમાં છે. પાંચ દિવસના પ્રેરણાદાયક પ્રવાસ દરમિયાન હિતેન ભુતાએ પોતાના વતન and માતૃભૂમિ માટે પ્રેમ અને સહયોગનું જતન કર્યું.  મહુવા: પરંપરાનું જતન અને પ્રગતિનો સંકલન મહુવા, જે “સૌરાષ્ટ્રનું કાશ્મીર” તરીકે જાણીતું છે, ત્યાં હિતેન ભુતાનું હાર્દિક સ્વાગત થયું.  

યુવાનોને પ્રેરણા મહુવા ગુરુકુલ ખાતે ૪૦૦ વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ઉત્તેજક પ્રવચન અને નવા વિજ્ઞાન પ્રયોગશાળા માટે નવનિર્માણ ફંડની જાહેરાત.સફાઇ અને હરિયાળી માટે સહકાર: કપોળ આગેવાનો સાથે મુલાકાત કરી અને ક્લીન મહુવા, ગ્રીન મહુવા પ્રોજેક્ટ માટે સહાયતા. ખાદી પ્રોત્સાહન: ખાદી ગ્રામોદ્યોગની મુલાકાતમાં ખાદી હસ્તકલા ખરીદીને કારીગરોને પ્રોત્સાહિત કર્યા.  મોરારી બાપુ ના દર્શન: કૈલાસ આશ્રમમાં બાપુના દર્શન અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભાગ લીધો.  કપોળ સમાજ સાથે જોડાણ: મહુવાના કપોળ આગેવાનો સાથે મુલાકાત અને ભવાની મંદિર તેમજ બીચની મુલાકાત. રાજુલા: પરંપરા અને માનવતાનું મેલ શંખેશ્વરી માતાજી મંદિર માટે પ્રસિદ્ધ રાજુલા, હિતેન ભુતાના સંવેદનાત્મક યોગદાનનું કેન્દ્ર રહ્યું.  શિક્ષણમાં નવી દિશા: સંઘવી શાળામાં AI પર તાલીમ સત્ર અને શાળાના વિકાસ માટે કલરકામ માટે સહયોગ. તે ઉપરાંત નવનિર્માણ થતી હોસ્પિટલ માટે પણ યોગદાન.ગૌસેવામાં યોગદાન: શંખેશ્વરી માતાજી મંદિર અને પંજાબાપુ ગૌશાળાની મુલાકાત,  ગૌશાળામાં સભાને પ્રેરક સંબોધન abd આર્થિક યોગદાન.વારસાનું સંરક્ષણ: પુષ્ટિમાર્ગ હવેલીના પુનરૂજ્જીવન માટે સહયોગ અને નાથદ્વારા યાત્રા માટે આર્થિક અનુદાન  સિહોર કપોળ સમાજ અને સંસ્કૃતિ માટે નવી દિશા  સિહોર, તેની ઐતિહાસિક હવેલીઓ અને મંદિરો માટે જાણીતું, હિતેન ભુતાના પ્રેમ અને સહકારનું પ્રતીક બન્યું.  દીકરી ઓ ને પ્રેરણા અને પ્રોત્સાહન :ગર્લ્સ હોસ્ટેલમાં ૪૦૦ વિદ્યાર્થીઓ માટે AI પર તાલીમ અને સ્માર્ટ ક્લાસરૂમ માટે આર્થિક સહાયની જાહેરાત.  સંસ્કૃતિ ની માવજત: કપોળ વાડી માટે અનુદાન દાન અને હવેલીના પુનરુજ્જીવન માટે આર્થિક સહયોગ. કપોળ અને વૈષ્ણવ સમાજ ને પ્રેરક સંબોધન. દામનગર વતન અને વારસાનું જીવંત કાવ્ય

હિતેન ભુતા તેમના જન્મસ્થળ દામનગર ની પણ મુલાકાત લીધી.નાની ઉંમરના બાળકો માટે કાળજી આંગણવાડી ઓની મુલાકાત અને ૧૬ આંગણવાડીઓ માટે જરૂરી સામગ્રી માટે સહાય.  ધાર્મિક સ્થાનના પુનરૂજ્જીવન માટે સહયોગ: ગાયત્રી મંદિર, ભુરખિયા મંદિર અને લાઇબ્રેરી પ્રોજેક્ટ અનુદાન  વારસાનું જતન: દામનગર હવેલી અને સવાણી પ્રાથમિક શાળા ની મુલાકાત.શ્રી હિતેનભાઈ ભૂતાએ ભાવનગર, અમરેલી, જુનાગઢ, વેરાવળ, સોમનાથ, દ્વારકા, ઊના-ગુપ્તપ્રયાગ અને જાફરાબાદની મુલાકાત લીધી. શ્રી હિતેનભાઈ દ્વારા પ્રેરિત સાકાર ટ્રસ્ટ એ વિવિધ જગ્યાની યોગ્ય સંસ્થાઓ ને જરૂરીયાત મુજબ આર્થિક યોગદાન, તાલીમ અને માર્ગદર્શન આપ્યું.પ્રસન્ન પાવન યાત્રા હિતેન ભુતાનો આ પ્રવાસ સાબિત કરે છે કે એક CEOની પ્રેરણા ફક્ત વ્યવસાયમાં નહિ, પણ તેના વતન પ્રત્યેના અનોખા પ્રેમ, સમર્પણમાં પણ છે. આ પ્રવાસ દરમ્યાન શ્રી હિતેનભાઈ એ બે હજાર થી વધુ વિદ્યાર્થી મિત્રો ને નવી ટેક્નોલોજી વિશે સમજણ આપી અને વિવિધ સંસ્થાઓ અને પ્રોજેક્ટ્સ ને વીસ લાખ થી વધુ રૂપિયા નું અનુદાન આપ્યું.

Follow Me:

Related Posts