fbpx
રાષ્ટ્રીય

LOC નજીક કમ્યુનિકેશન ટાવર અને ભૂગર્ભ કેબલ નાખવામાં ચીને પાકિસ્તાનને મદદ કરી

ચીન ભારત વિરુદ્ધ પોતાના નાપાક ઈરાદાઓથી ખસી રહ્યું નથી. હવે સમાચાર આવી રહ્યા છે કે તે પાકિસ્તાનની સેનાને મજબૂત કરવામાં લાગેલો છે. આ કેસ સાથે જાેડાયેલા અધિકારીઓએ કહ્યું છે કે ચીન પાકિસ્તાનને માનવરહિત હવાઈ શસ્ત્રો અને લડાયક હવાઈ વાહનો પ્રદાન કરી રહ્યું છે. આટલું જ નહીં, નિયંત્રણ રેખા (ન્ર્ષ્ઠ) નજીક નેટવર્ક પ્રદાન કરવા માટે કમ્યુનિકેશન ટાવર અને ભૂગર્ભ કેબલ નાખવામાં ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને લખ્યું છે કે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીન આ બધું પાકિસ્તાન માટે કરી રહ્યું છે જેથી તે ભારત સાથેની સરહદો પર પાકિસ્તાનને વધુ મજબૂત કરી શકે. તેનાથી ચીનને ફાયદો થશે કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોતાની પકડ મજબૂત કરશે. વાસ્તવમાં, ચીન ર્ઁદ્ભમાં તેના વધતા વિસ્તારોને બચાવવા અને પ્રભાવ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે જ સમયે, ચીનની મહત્વાકાંક્ષી સીપીસી એટલે કે ચીન પાકિસ્તાન કોરિડોર પણ ર્ઁદ્ભમાંથી ઉભરી રહ્યો છે. ચીન ભારત સાથે જાેડાયેલા તમામ સરહદી વિસ્તારો પર પોતાની પકડ મજબૂત કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. આમાં પાકિસ્તાન તેનો જૂનો મિત્ર છે. અધિકારીઓએ કહ્યું છે કે તાજેતરમાં વિકસિત જીૐ-૧૫૫ અને ૧૫૫સ્સ્ ટ્રક માઉન્ટેડ હોવિત્ઝર બંદૂકો જે પાકિસ્તાન ડે પર પ્રદર્શિત કરવામાં આવી હતી, તે ભારત સાથે એલઓસી પર તૈનાત જાેવા મળી છે. આનો સીધો અર્થ એ થયો કે ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે અને તેને અત્યાધુનિક શસ્ત્રો પણ આપી રહ્યું છે. લંડન સ્થિત ડિફેન્સ મેગેઝિન અનુસાર, પાકિસ્તાને ચીન પાસેથી આધુનિક હથિયારો મેળવવા માટે કોન્ટેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને ૨૩૬ જીૐ-૧૫ની સપ્લાય માટે ચીનની ફર્મ નોર્થ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ કોર્પોરેશન લિમિટેડ (નોરિંકો) સાથે કરાર કર્યો છે. આ કોન્ટ્રાક્ટ શૂટ એન્ડ સ્કૂટ તરીકે ઓળખાતા આર્ટિલરી વેપન માટે કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આ કોન્ટ્રાક્ટ હેઠળ પહેલું કન્સાઈનમેન્ટ જાન્યુઆરી ૨૦૨૨માં પાકિસ્તાનને આપવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts