નર્મદા વિસ્તારમાં બાળક ઉપર હુમલો કરનાર દીપડો પાંજરે પુરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો
તિલકવાડા તાલુકાના ખાટા આસીત્રા ગામના ૫ વર્ષીય બાળક ઉપર દીપડાએ કર્યો હતો હુમલો નર્મદા વિસ્તારમાં બાળક ઉપર હુમલો કરનાર દીપડાને અંતે પાંજરામાં પુરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ બનાવની વિગત મુજબ તિલકવાડા તાલુકાના ખાટા આસીત્રા ગામના ૫ વર્ષીય બાળક ઉપર દીપડાએ હૂમલો કર્યો હતો. ખાટા આસીત્રા ગામમાં રહેતચા સ્મિત બારીયા નામના પાંચ વર્ષના બાળક પર દીપડાએ હૂમલો કર્યો હતો.
બાળક ખાટા આસીત્રા ગામ નજીકના ખેતરે ગયો હતો ત્યારે દીપડાએ તેની પર હૂમલો કર્યો હતો. જેમાં દીપડો બાળકને ગળાના ભાગેથી દબોચીને નજીકના કપાસના ખેતરમાં ૫૦ ફૂટ દૂર સુધી ખેંચી ગયો હતો. આ દ્રશ્ય જાેઈને બાળકના પિતાએ બહાદુરીપુર્વક દીપડાનો સામનો કર્યો હતો.જેમાં તેમણે બાળકને બચાવી લીધો હતો. દીપડાના હૂમલાના પગલે બાળકના ગળાના ભાગં ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતા ફોરેસ્ટ અધિકારી ક્રિપાલસિંહ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં તાત્કાલિક આ વિસ્તારમાં પાંજરા મુકી દેવાયા હતા અને સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા હતા.અંતે ફોરેસ્ટ વિભાગને લાંબી જહેમત બાદ આજે વહેલી સવારે ખાટા આસિત્રા ગામ નજીક ગોઠવેલા પીંજરામાં દીપડો પુરાઈ ગયો હતો. હાલમાં દીપડાને સલામત સ્થળે ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Recent Comments