બસ યહીં કુછ બાત હૈ,
સિનેમેં યે કૈસે જજ્બાત હૈ.?
મિલેંગેં ક્યા ખિલૌને અપને ગાંવ કી મિટ્ટી કે,
જો અપને લીયે હી ખાસ હૈ.
સિમટ રહી હૈં આરજૂ સારી યે સાઁસોંમે યે અપને મિટ્ટીસે
દિલ ઢૂંઢતા હે ફિર વોં હી ,
ક્યા યે બચપનકા એહસાસ હૈ?
–“પાંધી સર”
એમ જ અમસ્તા એક વાલીઓ સાથે એક વર્કશોપમાં પૂછતાં કે“ આપ આપના બાળકો વિશે શું જાણો છો? આપના એ અંગેના મંતવ્યો જણાવો
ખૂબ જ આઘાત અને આશ્ચર્ય સાથે મોટાભાગના સજ્જનોએ માત્ર બે લિટીમાં લખેલું..!!!
જ્યારે આપણો સમાજ આવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય, ત્યારે એમ કહેવાનું મન અવશ્ય થાય કે સમગ્ર દુનિયાની માહિતી ધરાવતા આ સમાજનો એક મોટાભાગનો સમૂહ પોતાના ખુદના બાળકોની આશાઓ, અપેક્ષાઓ કે રસ રૂચિની જાણકારીથી બિલકુલ અલિપ્ત અને અજાણ હોય છે.!!
વાત થોડી વસમી લાગે પણ જાણે અજાણ્યે એ ફલિત થાય છે કે આજનાં આ ડીઝીટલ અને કોમર્શિયલ યુગમાં આપણે આપણા બાળકોની સારસંભાળમાં ખૂબ ઉણાં ઉતરતા હોય તેવું લાગે છે..
આમ તો શિશુનો જન્મ જ લગભગ કોઈ નર્સિંગ હોમમાં સિઝેરિયન પધ્ધતિથી થતાં કુદરતીપણાનો અહેસાસ તો જન્મ સમયે જ ગુમાવતું એ શિશુ ગળથૂંથીના સંસ્કારથી વંચિત રહી જાય છે.
અને આવી રીતે એમની જીવનયાત્રાનો પ્રારંભ જ અકુદરતી અવસ્થામાં થયેલ હોય અને શરૂઆતથી જ બેબી-બોટલ અને બેબીફુડનું આદિ થઈ જાય છે..
મા નાં દુગ્ધપાનથી વંચિત એ પરિકથા જેવી લાગે છે… બાળજગતને એ વાત તો જાણે એક યંત્રણાનો એહસાસ..
“જેવું વાવો એવું લણો” એ ન્યાયે જે આપેલું છે તે જ તો પરત મેળવવાનું હોય છે. ધીમે ધીમે ડગ માંડતાં આ શૈશવ વળી કોઈ આયાનાં હાથે ઉછરતું થાય અને સમાજની બાળ સુરક્ષાના નવા કવચમાં પ્રવેશ કરે છે.
અને પછી રૂપકડાં કહેવાતાં શિશુમંદિર નામની અજબ ગજબ સંરચનામાં પદાર્પણ કરી આ જગતને તેના બિલોરીકાચથી સમજવાની
કૌતુકમાળાની શૃંખલા સર્જાઈ છે. . પછી આ ખંધા સમાજનો પંજો તેનાં પર પડતાં..આ સ્પર્ધાત્મક હોડમાં એક યંત્રપણાનો અનુભવ કેળવે છે. પછીથી આગળ શાળા, મહાશાળા, વિદ્યાલયથી મહાવિદ્યાલયની એ અવિસ્મરણીય સંરચનામાં ઢળતું જાય છે.અને મનુષ્યની માનવીયતાનો છડેચોક છેદ ઉડતો પ્રતિત થાય છે..
પછી એ બાળક સમગ્ર સમાજને પણ એક કોમોડિટી તરીકે મૂલવતું થઈ જાય છે..અને જીવન સંરચનાની એક નવી હારમાળા સર્જાય છે વૃધ્ધત્વ સુધી. અને આમ અસ્તિત્વમાં આવે છે એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમ યંત્રવત્ પેઢી જે આપણાં સપનાંઓ, આકાંક્ષા, સંસ્કૃતિ, સંસ્કાર કેમ અમલી બનાવે ખરાં??


















Recent Comments