ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અન્વયે અમરેલી જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે ઉપરાંત મતગણતરી તા. ૨૮.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે.
આદર્શ આચારસંહિતા પાલન કરવાની સૂચના આપવામાં આવેલ હોય આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આદર્શ આચારસંહિતા અમલીકરણ માટે અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩ની પેટા કલમ-૧(આર) હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
આદર્શ આચારસંહિતા અન્વયે લાઉડ સ્પીકર તથા વાહનો પર લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર દરમિયાન સભા, સરઘસ કે વાહનો પર માઇક વગાડી શકાશે નહિ. સંબંધિત સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને સવારે ૮ વાગ્યા થી રાત્રે ૧૦ વાગ્યા સુધી માઇકનો ઉપયોગ કરવો. વાહનોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો કે કાર્યકરોએ લાઉડ સ્પીકર વાપરવા માટેની પરવાનગી આપતા સત્તાધિકારીશ્રીને આ વાહનોની નોંધણી, ઓળખ નંબરો જણાવવા અને પરવાનગીપત્ર પર નોંધ કરવાની રહેશે અને ચૂંટણી અધિકારીશ્રી, પોલીસને જાણ કરવી. લેખિત પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો તે વાહન સહિત તમામ ઉપકરણો જપ્ત કરવામાં આવશે.
ચૂંટણીમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં આ હુકમનો અમલ તા.૩૦.૦૪.૨૦૨૬ સુધી કરવાનો રહેશે. હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.












Recent Comments