બૉલીવુડની ધક-ધક ગર્લ એટલે કે પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી ફરી એક વખત સાથે અભિનય કરતાં જાેવા મળશે, આ પહેલા ‘ભૂલ ભૂલૈયા ૩‘માં બન્નેએ સાથે કામ કર્યું હતું, અને હવે તેઓ ઓટીટી પરથી રિલીઝ થનારી એક કોમેડી-એકશન ડ્રામા ‘મા-બહેન‘માં જાેવા મળશે.
આ ફિલ્મમાં તેઓ મા-દીકરીની ભૂમિકા ભજવતા જાેવા મળશે. આ એક હલકી-ફુલકી કોમેડી હશે. જેમાં મા-દીકરી વચ્ચેની નોક-ઝોંક, પ્રેમ, તકરાર અને સમજદારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરવામાં આવશે.
મહત્વનું છે કે આ ફિલ્મ માં ઉત્તર પરદેશથી લોકસભા સાંસદ અને અભિનેતા રવિ કિશન પણ એક મહત્વના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન સુરેશ ત્રિવેણી દ્વારા કરવામાં આવશે.
માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી અને રવિ કિશન ઓટીટી પર એક કોમેડી ફિલ્મમાં સાથે જાેવા મળશે

Recent Comments