ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીશ્રી રાકેશ સિંહની શુભેચ્છા મુલાકાત

મધ્યપ્રદેશના લોકનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાકેશ સિંહે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

રાજ્યપાલશ્રીએ મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત- સન્માન કર્યું હતું. મંત્રીશ્રીએ રાજ્યપાલશ્રી પાસેથી પ્રાકૃતિક કૃષિનો મધ્યપ્રદેશમાં વ્યાપ વધારવા અંગે સૂચક માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ મધ્યપ્રદેશમાં લોકનિર્માણ વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે કરવામાં આવતા નવીન પ્રયાસોથી મંત્રીશ્રીએ રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા.

મંત્રીશ્રીએ મધ્યપ્રદેશમાં પ્રાકૃતિક કૃષિને વધુને વધુ પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

Related Posts