અમરેલી

સાવરકુંડલા ખાતે ઉજવાતી ઐતિહાસિક નવરાત્રીમાં આવતીકાલ તારીખ 27ને શનિવારે પંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી પધારશે

સાવરકુંડલા શહેર ખાતે વર્ષોથી નવરાત્રી દરમિયાન ઐતિહાસિક દેવી દેવતા ઓની હલતી ચલતી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવીછે વિવિધ મંડળો અને ગ્રુપો તથા સેવક સમુદાયને આશીવર્ચન પાઠવવા શ્રીપંચ દશનામ જુના અખાડા ના આંતરરાષ્ટ્રીય મહા મંડલેશ્ચર પરમ પૂજ્ય 1008 જયઅંબાનંદગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી આવતીકાલ તારીખ 27/09 શનિવારે રાત્રે સાવરકુંડલા ખાતે પધારશે.
શ્રીપંચ દશનામ જુના અખાડા ના આંતરરાષ્ટ્રીય મહા મંડલેશ્ચર પરમ પૂજ્ય 1008 જયઅંબાનંદગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી દ્વારા સાવરકુંડલા જયશ્રી ટોકીઝ પાસે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા બનાવેલ મેલડી માતાજીની મૂર્તિ, દેવળા ગેઈટ ખાતે જય ખોડીયાર બાળ મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ આશાપુરા માતાજી માતા નો મઢ કચ્છ, ઝીંઝુડા ગેઈટ ખાતે દાસારામ મીત્ર મંડળ દ્વારા અન્નપૂર્ણા માતાજી ભગવાન ભોળાનાથ ને અન્નનું દાન અર્પણ કરવામાં આવતું હોય તેવી મૂર્તિ તેમજ શ્રીકૃષ્ણ ગૌશાળા ખાતે ઓપરેશન સિંદૂર થીમ તથા પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિધાલય દ્વારા ચૈતન્ય દેવીઓની ઝાંખીના દિવ્ય દર્શન કરશે તેમજ જય ખોડીયાર બાળ મંડળ દ્વારા રાસ ગરબા નિહાળી સાવરકુંડલા ની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આશીવર્ચન પાઠવશે.

Related Posts