સાવરકુંડલા મહુવા રોડ રેલવે ફાટક પાસે આવેલ સુપ્રસિધ્ધ ગુરૂ દત્તાત્રેય આશ્રમ ચમેલીગીરીબાપુ સમાધી સ્થળ ખાતે આગામી તારીખ 05/12 શુક્રવાર થી 09/12 મંગળવાર સુધી પંચ દિવસીય બ્રહ્મલીન મહંત પૂજ્ય ગંગાગીરીબાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીપંચ દશનામ જુના અખાડા તેરામઢી કપુરતલ્લા પરિવાર પર વિશ્વ બંધુત્વ, આધ્યાત્મિક ચેતના, સદ્ભવૃત્તિ સંવર્ધન તથા દુષ્પ્રવૃત્તિઓનાં વિનાશ હેતુ માનવ કલ્યાણર્થે 11 કુંડી રૂદ્ર મહાયજ્ઞ યોજાશે જેમાં બ્રહ્મલીન પૂજ્ય મહંત ચમેલીગીરીબાપુ, બ્રહ્મલીન પૂજ્ય મહંત ભગવાનગીરીબાપુ તપસ્વી, બ્રહ્મલીન મહંત પૂજ્ય ગંગાગીરીબાપુની મૂર્તિ પૂજન, અર્ચન, ધ્વજારોહણ, મહા આરતી, મહા પ્રસાદ, ધ્વજારોહણ, સંતવાણી વગેરે ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે
પંચ દિવસીય 11 કુંડી રૂદ્ર મહાયજ્ઞ પ્રસંગે દેવ સ્થાપના, હેમાદ્રી, પ્રાયશ્ચીત સ્નાન, અગ્નિ સ્થાપના, દેવ પૂજન, યજ્ઞ, ગુરૂમૂર્તિ જલાધિવાસ, ગુરૂમૂર્તિ વસ્ત્રાધિવાસ, ગુરૂમૂર્તિ અન્નાધિવાસ, મૂર્તિ પ્રતિષ્ઠા, યજ્ઞ પૂર્ણાહુતિ, બીડું હોમ, મહા પ્રસાદ, ભંડારો વગેરે યજ્ઞ પ્રસંગો યોજાશે યજ્ઞના આચાર્યપદે ઉમેશચંદ્ર આચાર્ય હરિહરધામ ઉજૈન બિરાજશે મહંત ગંગાગીરીબાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 11 કુંડી રૂદ્ર મહાયજ્ઞ મહોત્સવને સફળ બનાવવા ગાદીપતિ મહંત વિક્રમગીરીબાપુ તૈયારીઓ કરી રહ્યાછે જેમાં સમગ્ર ભારતભર માંથી શ્રીપંચ દશનામ જુના અખાડા ના સંતો, મહંતો, મહામંડલેશ્વરો, નાગા સંન્યાસીઓ અને ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ આશ્રમ સેવક અમિતગીરી ની યાદી જણાવેલ.
સાવરકુંડલા ગુરૂ દત્તાત્રેય આશ્રમ ખાતે મહંત ગંગાગીરીબાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 11 કુંડી રૂદ્ર મહાયજ્ઞ યોજાશે


















Recent Comments