ગુજરાત

અમદાવાદના નરોડામાં સંતોષી માતા મંદિરના મહંતનો આપઘાત; સુસાઇડ નોટ મળી આવી

શહેરના નરોડા વિસ્તારમાં આવેલ સંતોષી માતા મંદિરના પરિસરમાં જ મહંતના આપઘાતથી આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, તેમજ મંદિરને તોડી પાડવા દબાણ કરાતું હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. તંત્રના દબાણથી કંટાળીને આપઘાત કર્યાનો આરોપ પરિવારજનો કરી રહ્યો છે. ડેમાં આપઘાત પહેલા મહંતે લખેલી સુસાઇડ નોટ મળી આવી છે.
મહંતની સુસાઇડ નોટ માં મંદિર બચાવવાની લડાઈ અધૂરી રહ્યાંનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહંતના આપઘાત અંગે તેમના પુત્ર બ્રિજેશનો દાવો છે કે બિલ્ડર, કોર્પોરેશન અને પોલીસ હેરાન કરી રહ્યાં હતા. તેમજ આ સપ્તાહમાં મંદિર તોડવાની ચીમકી આપ્યાનો દાવો પણ કરાયો છે. છેલ્લા ૪-૫ વર્ષથી હેરાનગતિ કરાતી હોવાનો આરોપ છે. જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ ૧૬ માર્ચ, ૨૦૨૫ ને રવિવારના રોજ વહેલી સવારે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલે મહંતના દીકરાએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન, પોલીસ(સરદારનગર પોલીસ) અને બિલ્ડર દ્વારા મંદિર તોડી પાડવાને લઈને કરવામાં આવતાં દબાણને કારણે આપઘાત કર્યો છે. તો બીજી તરફ છસ્ઝ્રએ મંદિર તોડવાની કોઈ નોટિસ ન આપી હોવાનો ખુલાસો કર્યો છે.

Follow Me:

Related Posts