સાવરકુંડલા તાલુકાના સંતો મહંતો અને સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા.સાવરકુંડલાના બાયપાસ ખાતે આવેલ દેવશ્રી દિવ્ય આનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત માઁ બાપ નુ ઘર વૃધ્ધાશ્રમ ખાતે પૂજ્ય મનીષાદીદી ગુરૂ ભક્તિરામ બાપુ માનવ મંદિરના સાનિધ્યમાં રહેતા વૃધ્ધો, નિરાધરો અને મનોરોગી ઓને દાતાશ્રી સ્વ. ચીમનલાલ કામદાર ની 14મી પુણ્યતિથિ નિમિતે તેમના દીકરા હરેશભાઈ કામદાર મુંબઈ તરફથી મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો આતકે પૂજ્ય મનીષાદીદી, પૂજ્ય પુષ્પાનંદગીરી બાપુ ભોંયરા હનુમાનજી સેંજળ, પૂજ્ય રામજીવન દાસ સાહેબ સતનામ સેવા આશ્રમ, કાનાભાગત આકાશી મેલડીધામ, ગૌસેવક અને દાતા જયેશભાઈ માટલીયા વગેરે સંતો મહંતો અને સેવાભાવીઓ આશીવર્ચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા માઁ બાપ નુ ઘર વૃધ્ધાશ્રમ ખાતે વૃધ્ધો, નિરાધારો તેમજ માનસિક અસ્થિર બહેનોને સ્વ. ચીમનલાલ કામદાર ની 14મી પુણ્યતિથિ નિમિતે મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો આતકે નિવૃત બી.એસ.એફ. ફૌજી અતુલભાઈ જાની, ભરતભાઈ વિછિયા, પરેશભાઈ વાઘેલા, રમેશભાઈ કાબરીયા, પત્રકાર અમિતગીરી ગોસ્વામી વગેરે સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહી સેવા બજાવી હતી.
સાવરકુંડલા માઁ બાપનુ ઘર વૃધ્ધાશ્રમ ખાતેના વૃધ્ધો, નિરાધરો અને મનોરોગી ઓને પુણ્યતિથિ નિમિતે મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો.


















Recent Comments