બ્રહ્માકુમારીઝ અમરેલી ધ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિતે નૂતન હાઈસ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં અદભુત અમરનાથની ગુફાનું નિર્માણ કરેલ છે. તથા ભારતના ૧૨ જયોતિલિંગના દર્શન ભારત ના નકશામાં દરેક રાજય સાથે દર્શનનો લ્હાવો લેવા પધારશો આ મેળો અમરેલીની જનતા માટે તાઃ ૨૩ થી ૨૬ સુધી રોજ સવારના ૧૦ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલશે વિના મૂલ્યે લાભ લેવા ઈશ્વરીય નિમંત્રણ છે. આ મેળા માં આધ્યાત્મિક જ્ઞાનની સમજુતી, મેડિટેશન ધ્વારા શાંતિની અનૂભૂતિ, ખુશીઓનું સુપર બજાર G Mart કળીયુગી કાંટાના જંગલમાંથી સોનેરી સતયુગી દુનિયાની શેર.. બાળકો માટે ખાસ ગુણ ગમ્મત બાળનગરીની મજા સાથે રોજ રાતના સાંસ્કૃતિક કાર્યક્રમ તો ખરોજ આવા અનેક અવનવા આર્કષણો સાથે આ ભવ્ય અને દિવ્ય મેળાનું ઉદઘાટન અમરેલી શહેરના ગણમાન્ય નાગરીકો ધ્વારા તા ૨૨ ફેબ્રુઆરી શનિવારે સાંજના ૬ વાગે કરવામાં આવશે. ફરી મેળાની મુલાકાત લેવાનું ન ભૂલાઈ
બ્રહ્માકુમારીઝ ધ્વારા અમરેલીની ધર્મપ્રેમી જનતા માટે મહાશિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી આબેહુબ અમરનાથ ગુફા તથા સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળાની તાડામાર તૈયારી

Recent Comments