અમરેલી

સાવરકુંડલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ, રથયાત્રા, રક્તદાન કેમ્પ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પુસ્તક વિમોચન સમારોહ ભવ્યતાથી ઉજવાયા.

 સાવરકુંડલાના મહુવા રોડ ખાતે આવેલ હજારો લોકોની આસ્થા નું કેન્દ્ર સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ ખાતે પૂજ્યપાદ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પાવન આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ એવા સાવરકુંડલા આવેલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ ના પવિત્ર દિવસે મહાશિવરાત્રી મહોત્સવ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પૂજ્યપાદ સ્વામશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક પ્રેમભરી પ્રાર્થના નાં વિમોચનનો સમારોહ યોજાયો hto હતો.


આ શિવરાત્રિ મહોત્સવને આવકારવા માટે શિવરાત્રી ના એક દિવસ પહેલા પટેલવાડી શિવાજીનગર સાવરકુંડલાથી આશ્રમ સુધીની શહેરના મુખ્યમાર્ગો પર એક ભવ્ય શિવ રથયાત્રા નીકળી હતી જેમાં નાનાં નાનાં બાળકોને ભગવાન મહાદેવની વેશભૂષાથી શણગારીને રથમાં બેસાડવામાં આવ્યા હતા ભગવાન શિવની પ્રતિમાઓ, વ્યસનમુક્તિ, પર્યાવરણ સુરક્ષા, ભ્રુણ હત્યા નાબૂદી, માનવસેવા, રક્તદાન જેવી સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનાં બેનરો સાથે શિવ ભક્તિમય, ધૂન, સંકીર્તન તથા હર હર મહાદેવ નારાઓ સાથે રથયાત્રામાં 1500 જેટલા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ જોડાયા હતા.

આશ્રમનાં પટાંગણમાં મહાનુભાવો અને દાતાશ્રીઓનાં સન્માન અને સમૂહ ભોજન શિવ-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રિની પાવન પ્રભાતમાં સવારે શિવસ્તોત્રપાઠ, પ્રાર્થના, ધૂન અને સંકીર્તનથી વાતાવરણ ગુંજી  ઉઠયું હતુ પૂજ્યપાદ સ્વામીજી અને મહાનુભાવો દ્વારા શિવલિંગ અને શિવપ્રતિમાનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું પૂજ્યપાદ સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજે શિવતત્ત્વ રહસ્ય, શિવરાત્રિ વ્રતનો મહિમા, આત્મજ્ઞાન અને માનવસેવાનાં વિષય પર ખૂબજ સૂક્ષ્મતાથી માર્મિક પ્રવચન કરીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા પૂજ્યપાદ સ્વામીજી દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ટીંબી હોસ્પિટલનાં પ્રમુખ હીરાભાઈ ગાંગાણી, સાવરકુંડલા આશ્રમ ટ્રસ્ટનાં પ્રમુખ રાજેશભાઈ મણોદ્રા નાં હસ્તે કરવામાં આવ્યું હતું.

 શિવરાત્રી નિમિતે ધર્મસભા કાર્યક્રમમાં 13,500 જેટલા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી પૂજ્ય સ્વામીજીનું પ્રવચન તેમજ મહાશિવરાત્રિનો સમૂહ ફલાહાર મહાપ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે માનવમાત્રની નિઃશુલ્ક આરોગ્ય સેવાર્થે પૂજ્યપાદ સ્વામીજી દ્વારા ભાવનગર જિલ્લાનાં ટીંબી મુકામે પ્રસ્થાપિત સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનાં દર્દીઓનાં લાભાર્થે સ્વૈચ્છીક મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં અમરેલી બ્લડ બેંકને 120 બોટલ અને ભાવનગર બ્લડ બેંકને 213 બોટલ મળીને કુલ 333 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ.

રાત્રિનાં 8 કલાકથી મહાશિવરાત્રિ પર્વની સર્વશ્રેષ્ઠ શિવ આરાધના પાર્થિવ શિવલિંગ મહાપૂજા નો પ્રારંભ થયો હતો જેમાં પૂજ્ય સ્વામીજીએ પૂર્ણ અંતર્મુખ સ્થિતિમાં તથા શિવભક્તિ ભાવમાં સ્થિત થઈને ચાર પ્રહરની પાર્થિવ પૂજા કરાવીને ભગવાન સદાશિવની આરાધનામાં શિવભક્તોને ભક્તિ તરબોળ બનાવ્યા હતા સવારનાં 7 કલાક સુધી અવિરત થયેલ આ મહાપૂજામાં 1200 શિવભક્તોએ પૂજ્ય સ્વામીજીની સાથે આ મહાપૂજા કરી હતી તેમજ પટેલવાડી શિવાજીનગર ખાતે આયોજિત કરવામાં આવેલ બહેનો માટેની પાર્થિવ શિવલિંગ મહાપૂજામાં 575 બહેનો માતાઓએ પૂજ્ય સ્વામીજી દ્વારા કરાવવામાં આવતી આ પૂજાનાં લાઈવ પ્રસારણનાં માધ્યમથી પૂજા કરીને અલભ્ય લાભ લીધો હતો મહાશિવરાત્રિ પર્વનાં સમગ્ર કાર્યક્રમોનું જીવંત પ્રસારણ આશ્રમની યુ-ટ્યુબ ચેનલ ગુરુ સાન્નિધ્ય (GURU SANNIDHYA ) પર પ્રસારિત કરવાં આવ્યું હતું જેમાં 6700 લોકોએ સવારની ધર્મસભાનો તેમજ 9000 લોકોએ રાત્રિની ચારપ્રહરની પાર્થિવ મહાપૂજાનો ઘરબેઠાં લાભ લીધો હતો તેમ આશ્રમ સેવક અમિતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Follow Me:

Related Posts