ભાવનગર

શિવકુંજ ધામે અધેવાડા ભાવનગર ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે 

શિવકુંજ ધામ ખાતે ભવનાથ મહાદેવ ની તમામ પ્રહરની પૂજા વિવિધ રસોથી ભગવાનને અભિષેક કરીને કરવામાં આવશે જેમાં ખાસ કરીને દૂધ, શેરડીનો રસ ,મધ, કેરીનો રસ એટલે કે ફળોના રસનો તેમજ ગર્ભસ્થ જળ એટલે કે શ્રીફળના જળથી ભગવાનનો અભિષેક સાથે રૂદ્રાભિષેક અને પાઠાત્મક લઘુરૂદ્ર દ્વારા ભગવાનની અર્ચના કરવામાં આવશે .

શિવ સહસ્ત્ર નામાવલીથી બિલીપત્ર ચઢાવવામાં આવશે .

 શિવરાત્રી મહાપૂજા નો ખુબ મહિમા છે વિશ્વમાં મહાશિવરાત્રીના દિવસે કલ્યાણકારી ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને દર્શન આપવા અવિકારી રૂપે પ્રગટ થયા તે દિવસ એટલે મહાશિવરાત્રી જે કલ્યાણની રાત્રી ગણવામાં આવે છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું આ પર્વ શિવજીના શરણે જવા જીવને ધન્ય બનાવે છે . “ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા ” એટલે કે સંસાર રૂપી અંધકારમાં ભટકતા જીવોનું ભગવાન શિવ કલ્યાણ કરે છે. પુષ્પદંતજીએ શિવમહિ મહિમ્નના શ્લોક ૧૦ માં ” તવેશ્વર્ય યત્નાદ્ધ યદુપરિ વિરંચો હરિરધ :

પરિ૨છેતું યાતાવનલમન લસ્કંધ વપૂષઃ ,

તતો ભક્તિ શ્રદ્ધા ભરગુરુ ગુણદભ્યાં ગિરિશિયત

સ્વયં તસ્થે તાભ્યાં તવ કિમનું વૃત્તિન ફલતિ | | ૧૦

અનુસાર “આપના ઐશ્વર્યને જાણવા બ્રહ્માએ આકાશ અને વિષ્ણુએ પાતાળ તરફ શોધ કરી છતાં આપની લીલાનો પાર ન પામી શક્યા. કારણ કે આપ તો વાયુ અને અગ્નિ બંને છો. બ્રહ્માજી બ્રહ્માંડ અને વિષ્ણુ જળનિવાસી છે જેથી આપનું એશ્વર્ય જાણવા અસમર્થ છે. તે બંનેના અંતરમાં આપ સ્વયં પ્રગટ છો તેથી તેઓ આપની શ્રદ્ધા અને ભક્તિથી સ્તુતિ કરે છે. ” એમના ભાવને લઈ અને શિવજીએ બ્રહ્માને સર્જન વિષ્ણુને પાલનની શક્તિ આપી અને પોતે વિસર્જન ની શક્તિ દ્વારા સૃષ્ટિનું નિયમન કરવાની વ્યવસ્થા પ્રભુ શિવે કરી છે.

શિવ અખંડ છે, અનાદિ છે. અવિનાશી છે તેનો પાર ન પામી શકાય પાત્ર આવા પર્વો દ્વારા તેનું યથાશક્તિ પૂજન કરવાથી જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ બને તે હેતુથી આપણા ઋષિઓએ વેદના મંત્રો, પુરાણના શ્લોકો અને ભાવભરી સ્તુતિઓ વડે શિવપૂજા દ્વારા જીવો ધન્ય બને તેવી વિભાવના કરી છે.

આવા પાવન પર્વે અવશ્ય યથા શક્તિ શિવપુજન કરી મનુષ્યષ જન્મ સાર્થક કરવો એજ મહાશિવરાત્રિ પર્વે પ્રભુને પ્રાર્થિએ .

————-

શિવરાત્રીના દિવસે આખો દિવસ તથા રાત્રીના ર – ૪૫ સુધી વ્યતિપાત યોગ છે તો શિવ પૂજા ઉપાસના માટે ઉત્તમ અને ફળદાયી છે . વ્યતિપાત યોગને શુભ કાર્યો માટે લેવાતો નથી પરંતુ પૂજાપાઠ જ પ તપ માટે ઉત્તમ અને ફળદાયી છે આથી આ દિવસે કરેલી રુદ્રી લઘુરુદ્ર અને શિવ ઉપાસના ઉત્તમ ફળ આપનાર બનશે .

રાશિવાર શિવ અભિષેકની વિગત પૂજ્ય સીતારામ બાપુએ જણાવી છે તે મુજબ (૧) મેષ રાશિ એ શેરડીના રસથી (૨)વૃષભ રાશિ એ પાણી દૂધ અને શેરડીના રસથી (૩) મિથુન રાશિ એ કાળા તલ અને દૂધથી (૪)કર્ક રાશિ એ દૂધ અને શેરડીના રસથી ( પ )સિંહ રાશિ એ ઘી દૂધ અને ચણાની દાળથી (૬)કન્યા રાશિ એ મધ અને દૂધથી (૭) તુલા રાશિ એ શેરડીના રસથી ( ૮)વૃષીક રાશિ એ બીલીપત્ર અને દૂધથી (૯)ધન રાશિ એ શેરડીનો રસ અને ફળોના રસથી (૧૦)મકર રાશિ કાળા તલ અને દૂધથી ( ૧૧) કુંભ રાશિ એ કાળા તલ,મધ અને ઘી થી અને (૧૨) મીન રાશિના જાતકોએ ઘી દુર્વા અને દૂધથી શિવજીનો અભિષેક કરવો .

Related Posts