fbpx
અમરેલી

મહિલા સ્વાવલંબન યોજના : ૩૦૭ જેટલા વ્યવસાયો માટે મહિલાઓને લોન અને સબસીડી સહિતની વિવિધ સહાય

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ “મહિલા સ્વાવલંબન યોજના” કાર્યરત છે. ગુજરાત આર્થિક વિકાસ નિગમ દ્વારા આ યોજનામાં કેટેગરી મુજબ સબસીડી આપવામાં આવે છે.આ યોજનામાં વિવિધ ઉદ્યોગ- એન્જિનિયરિંગ, કેમિકલ – સૌંદર્ય પ્રસાધન, ટેક્સટાઇલ, પેપર પ્રિન્ટીંગ અને સ્ટેશનરી, ખેત-જંગલ પેદાશ અને ખનીજ આધારિત ઉદ્યોગ, હસ્તકલા, ગ્લાસ અને સિરામિક, ઇલેક્ટ્રિકલ્સ અને ઇલેકટ્રોનિક્સ, ચર્મોદ્યોગ,  સેવા પ્રકારના વ્યવસાય, વેપાર પ્રકારના ધંધા સહિત ૩૦૭ જેટલા વિવિધ વ્યવસાય માટે મહિલાઓને લોન તેમજ સબસીડી સહિતની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે.

આ યોજના અન્વયે લોન મેળવવા ઇચ્છુક હોય તેવા ૧૮ થી ૬૫ વર્ષનાં મહિલાઓને રુ.બે લાખ સુધીની બેંક લોન માટે મહિલાઓએ તેમની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રુ.૧,૫૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં રુ. ૧,૨૦,૦૦૦ની મર્યાદામાં હોય તે અરજી કરી શકે છે.  આ યોજનામાં સબસીડીની સહાય કેટેગરી મુજબ લોનની રકમના ૩૦ ટકા અથવા મહત્તમ રુ.૬૦,૦૦૦ બંનેમાંથી જે ઓછું હોય તે અથવા મહત્તમ રુ. ૮૦,૦૦૦ બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ આપવામાં આવશે. આ અંગેની વધુ વિગતો માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જિલ્લા મહિલા અને બાળ કચેરી, બહુમાળી ભવન,  રુમ નં. ૨૦૬-૨૦૯, રાજમહેલ રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧, ફોન નં. (૦૨૭૯૨) ૨૨૬૧૭૭ પરથી મળી શકશે, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts