દામનગર શહેર ના લેઉવા પટેલ સમાજ ના સામાન્ય શ્રમિક પરિવાર માંથી આવતા તાગડીયા પરિવાર ના એક ના એક પુત્ર મહિર ભરતભાઈ તાગડીયા વીતરાગ ના માર્ગે ઉચ્ચ શિક્ષત આકર્ષક મહેકમ મૂકી ને BAPS સ્વામી નારાયણ સંસ્થાન નો ત્યાગાશ્રમ સ્વીકારતા સૌરાષ્ટ્રભર માંથી અનેક BAPS મંદિર ના વરિષ્ઠ સંતો વિતરાગી ને તેડવા પધાર્યા ત્યાગ સેવા સમર્પણ ના અતિ કઠિન વૈરાગ્ય ના માર્ગ અંગે પૂજ્ય સંતો એ સાધુતા નો મહિમા તાદ્રશ્ય કરાવ્યો હતો ત્યાગ વૈરાગ્ય ના ઉત્તમ આચરણ થી સર્વ ને અવગત કરતા વરિષ્ઠ સંતો પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્મત સ્વરૂપદાસ ગઢડા કોઠારી સાળંગપુર સંત તાલીમ કેન્દ્ર ના ગુરુજી સંત સ્વામી ભક્તિસાગર સ્વરૂપદાસજી સ્વામી સુરેન્દ્રનગર સ્વામી શ્રી આનંદનયનસ્વરૂપદાસજી સ્વામી શ્રી આનંદનિલય સ્વરૂપદાસજી ધારી સ્વામી શ્રી દિનબધું સ્વરૂપદાસજી સ્વામી શ્રી બ્રહ્મભૂષણ સ્વરૂપદાસજી સ્વામી શ્રી ભગવતકીર્તન સ્વરૂપદાસજી સ્વામી શ્રી અંન્તરાજ સ્વરૂપદાસજી સ્વામી શ્રી દેવતિલક સ્વરૂપદાસજી સ્વામી શ્રી પવિત્રસ્વરૂપદાસજી સ્વામી શ્રી નિષ્કામસ્વરૂપદાસજી સ્વામી શ્રી દેવમંગલ સ્વરૂપદાસજી સ્વામી શ્રી ભક્તિતન્ય સ્વરૂપદાસજી સ્વામી શ્રી પૂર્ણચિંતન સ્વરૂપદાસજી સ્વામી શ્રી શીલવૃત સ્વરૂપદાસજી સહિત સૌરાષ્ટ્રભર માંથી અનેક BAPS મંદિર ના સંતવૃંદ ની પાવન નિશ્રા માં સતસંગ સભા યોજાય દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારો માંથી હજારો હરિ ભક્તો એ સ્થિરપ્રજ્ઞ બની પૂજ્ય સંતો ના ગુણો સાંભળ્યા હતા ત્યાગ વૈરાગ્ય સમર્પણ મન ની ઈચ્છા મારી ને વીતરાગ ના માર્ગે ચાલવા ૩૧ જેટલા યુવાનો આગામી માર્ચ માસ સાળંગપુર ધામ ખાતે દીક્ષા મેળવશે ૩૧ નવદીક્ષિત યુવાનો ના જીવન કવન થી સર્વ ને અવગત કરતા પૂજ્ય સંતો એ દામનગર ના એક ના એક તાગડીયા પરિવાર ના પુત્રરત્ન મહિર તાગડીયા ની કઠિન તાલીમ વિશે સર્વ ને અવગત કરતા જણાવ્યું હતું કે “જગત માં સૌથી મોટો અધિકાર સેવા સમર્પણ અને ત્યાગ થી પ્રાપ્ત થાય છે” સમગ્ર જગત માં BAPS. સંસ્થા ના સંતો મંદિરો ની સેવાઓ વર્ણવી હતી હિન્દૂ ધર્મ સંસ્કૃતિ નો પરછમ લહેરાતી સંસ્થાન માં નવદીક્ષિત મહિર તાગડીયા ની સેવા સમર્પણ ત્યાગ પ્રત્યે અનેક વરિષ્ઠ સંતો એ પ્રસન્નતા વ્યક્ત કરી હતી સામાજિક રિવાજ પરંપરા ઓમાં ઉજવાતા દરેક પ્રસંગો માં હાજરી આપવી સહજ છે પણ આ વિતરાગી ની વિદાય માં હાજરી આપવી વિરલ ઘટના છે સ્વામી શ્રી અધ્યાત્મક સ્વરૂપદાસજી નું જકડી રાખતું વક્તવ્ય સાધુ ના સદગુણો ઉત્તમ આચરણ BAPS મંદિર ની સેવા પ્રવૃત્તિ ઓને જગત માં અજોડ ગણાવી જગત માં ૧૩૦૦ થી વધુ સંતો ૧૮૦૦ થી મંદિરો ના પરમહંસો દ્વારા હિન્દૂ ધર્મ સંસ્કૃતિ ક્ષેત્રે બેનમૂન કાર્ય થી સર્વ ને અવગત કર્યા હતા નવદીક્ષિત મહિર તાગડીયા એ પૂજ્ય પ્રમુખ સ્વામી ને યાદ કરતા જણાવ્યું હતું કે હું જ્યારે વામવયે બાળ મંડળ માં હતો તે દરમ્યાન બાપા ના દર્શને ગયો ત્યારે મારા પરિવેશ ને જોઈ પૂજ્ય બાપા બોલ્યા આવા જ રહેજો આજે તે ચરિતાર્થ થઈ રહ્યું છે મહિત તાગડીયા ના માતા પિતા એ એક ના એક પુત્રરત્ન ના ત્યાગ વૈરાગ્ય ના માર્ગ ને પ્રસન્નતા પૂર્વક સ્વીકારી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો
દામનગર ના મહિર તાગડીયા એ ત્યાગાશ્રમ સ્વીકાર્યો એક ના એક ઉચ્ચ શિક્ષિત પુત્ર વીતરાગ ના માર્ગે જતા ભવ્ય વિદાય સૌરાષ્ટ્ર ના BAPS મંદિરો ના સંતો વિતરાગી ની વિદાય ના મુક સાક્ષી બન્યા




















Recent Comments