મહુવા નજીકના સુપ્રસિદ્ધ તિર્થસ્થળ તલગાજરડા ગામના ચિત્રકુટધામ મધ્યે પ્રતિવર્ષની જેમ પૂ.મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડઝ એનાયત કરવામાં આવશે. આગામી તા.7/11/25 ને શુક્રવારે રાત્રિના 8 કલાકે પ્રયોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનીકો, સંતવાણી વાદકો તેમજ સંતવાણી પ્રેમીઓની બહોળી ઉપસ્થિતિમાં પૂજ્ય મોરારીબાપુના હસ્તે સંતવાણીના આદિ સર્જકની વંદના અંતર્ગત ભક્તકવિ શ્રી ગેમલદાસજી (શ્રી ગેમલજી ભોજરાજજી ગોહિલ કુકડ,) તેમના પ્રતિનિધિ નરેન્દ્ર સિંહ નટવરસિંહ ગોહિલ કુકડ ને તથા ભજનીકશ્રી પરષોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા),
તબલા વાદક રમેશપુરી હેમંતપુરી ગોસ્વામી (કળમ– લખતર),
બેંજોવાદક ધીરજસિંહ પાંચુભા અબડા (જખો કચ્છ) તેમજ મંજીરાવાદક હર્ષદગીરી પ્રેમગીરી ગોસ્વામી (ગીરીબાપુ વલભીપુર) ને 2025ના વર્ષનો સંતવાણી એવોર્ડ અર્પણ કરી અને તેમની વંદના થશે.
એવોર્ડ અર્પણ વિધિ બાદ પૂ. બાપુનું પ્રસંગિક ઉદબોધન થશે અને ત્યારબાદ રાજ્યના સુપ્રસિદ્ધ ભજનીકો દ્વારા સંતવાણીની પ્રસ્તુતિ થશે.
પૂ. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ (કારતક વદ બીજ) નિમિતે પૂ. મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં દર વર્ષે આ તિથિએ સંતવાણી એવોર્ડઝ અર્પણ કરીને સંતવાણીના રચયિતા, સંતવાણી– ભજનના ગાયક તેમજ સંતવાણીના વાદ્ય સંગીતકારોની વંદના કરવાનો ઉપક્રમ રચાય છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવ્યું છે.

















Recent Comments