રાષ્ટ્રીય

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં મોટી દુર્ઘટના

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં છૈગાંવ માખણ વિસ્તારના કોંડાવત ગામમાં કૂવાની સફાઈ કરવા અંદર ઉતરેલા આઠ લોકોના મોત, ૬ મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા.
આ ઘટના બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કૂવાની બાજુમાં એક ગટર છે આ માર્ગ દ્વારા ગામનું ગંદુ પાણી કૂવામાં જાય છે, જેના કારણે કૂવો કળણ બની ગયો છે. આ સાફ કરવા માટે ૮ લોકો નીચે આવ્યા હતા. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે ઝેરી ગેસ બનવાને કારણે આ લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. જેના કારણે બધાના મોત થયા. મૃતકોમાં રાકેશ પિતા હરી, વાસુદેવ પિતા આસારામ, અર્જુન પિતા ગોવિંદ, ગજાનંદ પિતા ગોપાલ, મોહન પિતા મનસારામ, અજય પિતા મોહન, શરણ પિતા સુખરામ, અનિલ પિતા આત્મારામનો સમાવેશ થાય છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને રાહત રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કલેક્ટર ઋષભ ગુપ્તાએ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તમામ મૃતકોને ૪ લાખ રૂપિયાની રાહત રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કલેક્ટર ઋષભ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી સાંજે લગભગ ૪ વાગ્યે મળી હતી. પહેલી નજરે એવું લાગે છે કે કૂવામાં ઝેરી ગેસના કારણે આ અકસ્માત થયો છે. મૃતદેહોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.

Follow Me:

Related Posts