રાષ્ટ્રીય

તેલંગાણા માં મોટી દુર્ઘટના, પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી ટનલનો હિસ્સો ધરસાઈ થયો

તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્‌ટ બેંક કેનાલ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી હતી. ટનલનો એક ભાગ અચાનક તૂટી પડતાં ૮ લોકો ટનલમાં ફસાઈ ગયા હતા. તેલંગાણાના સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ ઘટનાસ્થળે પહોંચીને માહિતી આપી કે ઉત્તરાખંડના જોશીમઠમાં ગયા વર્ષે થયેલી ટનલ દુર્ઘટનામાં કામ કરનારા નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. ૮ લોકો ૧૩.૫ દ્ભસ્ અંદર ફસાયા હતા

અને આ સિવાય ભારતીય સેના અને દ્ગડ્ઢઇહ્લની ટીમો પણ સ્થળ પર છે. બચાવ ટીમે ટનલમાં તાજી હવા મોકલવાની વ્યવસ્થા કરી છે, જેથી ફસાયેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ ન પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડી સાથે ફોન પર વાત કરી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. ઝારખંડના સીએમ હેમંત સોરેને કહ્યું કે તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્‌ટ બેંક કેનાલ ટનલ અકસ્માતમાં ઝારખંડ અને અન્ય રાજ્યોના કેટલાક કામદારો ફસાયા હોવાના સમાચાર મળ્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીને વિનંતી કરવામાં આવી છે કે કૃપા કરીને ટનલ દુર્ઘટનામાં તમામ શક્ય મદદ કરો. ઝારખંડ સરકાર તેલંગાણા સરકાર સાથે સંપર્ક કરી રહી છે અને દરેક ક્ષણની માહિતી લઈ રહી છે, અમે તમામ જરૂરી મદદ આપવા તૈયાર છીએ.

Related Posts