દામનગર ભાવનગર રેલવે ડિવિઝન મેનેજર DRM દિનેશ વર્માને સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિયેશન પ્રમુખ અને સમિતિના અન્ય હોદેદારો દ્વારા રેલવેના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
ભાવનગર રેલવે ડિવિઝન મેનેજર DRM દિનેશ વર્માને સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિયેશન પ્રમુખ – નિતિનભાઈ વોરા જોઈન્ટ સેક્રેટરી કિશોર ભટ્ટ ભાજપા અગ્રણી ભાવનગર, દેવાંગભાઈ વોરા મુંબઈ, હરકિસન મહેતા મહુવા, પ્રિતેશભાઈ નારોલા ધીરુભાઈ નારોલા, વિજયભાઈ બોસમિયા દામનગર, કિશોરભાઈ મકવાણા ઢસા જંકશન, વેરાવળ મુકેશભાઈ ચોલેરા વેરાવળ વિનુભાઈ રાવળ સાવરકુંડલા,
હીતેષભાઈ પારેખ ભાવનગર, ઓફિસ મુલાકાત દરમ્યાન ભાવનગર ડીવીઝન સૌરાષ્ટ્રને લગતા રેલવે પ્રશ્નો રેલવે સુવિધા નવી ટ્રેનો રેલવે બ્રિજ તેમ જ મહુવા મુંબઈ બાંદ્રા ટ્રેન દૈનિક કરવા તેમજ જનતાની સુવિધા અંગે મહુવા રેલવે બ્રિજ બનાવવા તેમને ભાવનગર સુરત મંજુર થયેલ વંદેભારત
ટ્રેન ચાલુ કરવા ભાવનગર ભુજ ટ્રેન ચાલું કરવા બોટાદ ભીમનાથ ધંધુકા ધોળકા અમદાવાદ રૂટ પર ટ્રેનો ચલાવવા અને વચ્ચે આવતા પ્રસિદ્ધ શક્તિપીઠ અરણેજ મા શ્રી બુટભવાની મંદિર શ્રી ગણેશજી મંદિર ગણપતપુરા ખાસ સ્ટોપેજ આપવા સોમનાથ વેરાવળ અમદાવાદ મુંબઈ જતી આવતી ટ્રેનો
ને ચોરવાડ સ્ટોપેજ આપવા સહિત જનતા ની ખુબજ જરૂરી માર્ગો સુવિધા અંગે રજુઆત કરવામાં આવી હતી.DRM દિનેશ વર્મા એ ડેલીગેશનએ રજુ કરેલ તમામ પ્રશ્નો શાંતિથી સાભળી યોગ્ય કરવા તેમજ રેલવે બોડેને નવી ટ્રેનો સુવિધા માટે ભાવનગર રેલવે ડીવીઝન દ્વારા દરખાસ્ત કરવામાં આવશે. રેલવે અધિકારીની બોડે બેઠક હોય છતા ડેલીગેશનને ખાસ સમય આપી વિગત વાર રજુઆત હકારાત્મક અભિગમ સાથે વિષદ છણાવટ કરી કાયમી નિરાકરણ સુવિધા અંગે રેલવે બોર્ડને દરખાસ્ત માટે મોકલશે તેમ કિશોરભટ્ટ જોઈન્ટ સેક્રેટરી, સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિયેશન, ભાજપા અગ્રણીએ જણાવ્યું હતું .


















Recent Comments