નવસારીનામુનસાડ ગામે એક મોટી ચોંકાવનારી ઘટના બની હતી જેમાં, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની ચપ્પુના અનેક ઘા ઝીંકી નિર્મમ હત્યા કર્યા બાદ ખેતરમાંગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી પ્રેમીનો મૃતદેહ ગામના ખેતરમાંથીગળેફાંસોખાધેલીહાલતમાં મળી આવ્યો છે.
આ 2 લોકો છેલ્લા ત્રણ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેતું હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પ્રેમીની આગલી પત્નીને લઈને બંને વચ્ચે નિયમિત તકરાર ચાલતી હતી, જે આ ઘટનાનું મુખ્ય કારણ હોવાનું મનાય છે. આ વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ લીધું કે પ્રેમીએ પોતાની પ્રેમિકા પર ચપ્પુ વડે અનેક ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી. ત્યારબાદ આરોપીએ ગામના ખેતરમાં જઈને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
નવસારી ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળેપહોંચીનેમહિલાનો મૃતદેહ અને પ્રેમીની આત્મહત્યા કરેલી લાશને કબજે કરી છે. મહિલાના શરીર પર ચપ્પુના અનેક ઘા જોવા મળ્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીનો મૃતદેહ ખેતરમાં ઝાડ સાથે લટકતી હાલતમાંરીકવર કર્યો છે. બંને મૃતદેહોનેપોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ sમગર મામલે નવસારી ગ્રામ્ય પોલીસના એક અધિકારીએ જણાવ્યું, “આ ઘટના લિવ-ઇન રિલેશનશિપમાં ચાલતા વૈચારિક મતભેદો અને આરોપીની આગલી પત્નીને લઈને થયેલા વિવાદનું પરિણામ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. આરોપીએ પોતાની પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. અમે ઘટનાસ્થળની તપાસ કરી રહ્યા છીએ અને મૃતદેહોનાપોસ્ટમોર્ટમરિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”
પોલીસે ઘટનાસ્થળ પરથી ચપ્પુ અને અન્ય પુરાવાઓ કબજે કર્યા છે, અને આસપાસનાલોકોનાનિવેદનો લઈને આ ઘટનાની વધુ વિગતો એકત્રિત કરવાની કોશિશ કરી રહી છે. આ ઉપરાંત, આરોપીની આગલી પત્ની અને પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી વિવાદનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકે.
Recent Comments