ગુજરાત

ગોધરાનાં છબનપુર પાસે એસટી બસની ટક્કરે મહિલાનું મોત; શ્રમિકો ડિવાઈડરની સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના

પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકામાં છબનપુર બાયપાસ માર્ગ પર રોડની સફાઈ કરી રહેલી મહિલાનું એસટી બસની ટક્કરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકામાં છબનપુર બાયપાસ માર્ગ પર હાઇવેની સફાઇનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન, એક શ્રમિક મહિલા ડિવાઇડરની સફાઈ કરી રહી હતી ત્યારે સંતરામપુર ગોધરા એસટી બસ ગોધરા તરફ આવી રહી હતી અને તે દરમિયાન સફાઈ કરી રહેલી મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને ગંભીર ઇજાઓ થતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જાે કે, સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું.

અકસ્માત બાબતે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને મહિલાનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક મહિલા કાલોલનાં બેઢિયા ગામની વતની હતી અને ગુજરાન ચલાવવા માટે રોડની સફાઈ કામ માટે આવી હતી. જણાવી દઈએ કે, હાલ બાયપાસ હાઇવેની એક લેનમાં સમારકામ ચાલી રહ્યું હોવાથી બંને તરફનું ટ્રાફિક એક લેન પર જ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts