ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ મનિન્દરજીતસિંહ બીટા સાવરકુંડલા ખાતે પહોંચ્યા હતા સાવરકુંડલા રેલવે સ્ટેશન થી તેઓ મહુવા સુરત ટ્રેનમાં અમદાવાદ સુધી તેમના સુરક્ષા જવાનો સાથે બેસ્યા હતા આતકે બીટ્ટાસિંહ ની સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, વરિષ્ઠ પત્રકાર અમીતગીરી ગોસ્વામી, બિલ્ડર્સ અગ્રણી વિરલભાઈ રાઠોડ, અમરેલી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડ્યા, નિવૃત ફૌજી અતુલભાઈ જાની, ભાજપ અગ્રણી બળવંતભાઈ મહેતા સહિતના અગ્રણી ઓએ શુભેચ્છા મુલાકાત કરી હતી બીટ્ટસિંહ સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે ધોરણ ચારમાં અભ્યાસ કરતો બાળક યુગગીરી સાથે દેશભક્તિ ની વાતો કરી હતી અને બાળક યુગગીરી સાથે હાથમિલાવી ફોટા પાડ્યા હતા.
ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય ચેરમેન મનિન્દરજીતસિંહ બીટ્ટા જેમને એમ.એસ.બિટ્ટા અને બીટ્ટાસિંહ તરીકે ઓળખવામાં આવેછે તેમને ઝેડ પલ્સ સુરક્ષા ભારત સરકાર દ્વારા આપવામાં આવીછે તેમની સાથે સશસ્ત્ર સુરક્ષા આર્મી જવાનો સુરક્ષા પુરી પાડી રહ્યા હતા મનિન્દરજીત સિંહ બિટ્ટા અગ્રણી રાજકીય વ્યક્તિ છે અને ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ તેઓ આતંકવાદી હુમલાઓનું લક્ષ્ય રહ્યાછે તેથી તેમને આટલી ઉચ્ચ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે તેમના કાફલા, ગાડીઓ, આઈ.સી.યુ. એમ્બયુલન્સ તથા પોલીસે સુરક્ષા પુરી પાડી હતી તથા રેલવે સ્ટેશન ખાતે પણ રેલવે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ટ્રેનમાં પણ રેલવે પોલીસ ફોર્સ ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી દ્વારા લાલ કિલ્લા પરથી બીટ્ટા સિંહ ને જીંદા શહીદ ની ઉપમા આપવામાં આવી હતી.
ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ મનિન્દરજીતસિંહ બીટ્ટા એ સાવરકુંડલા ની મુલાકાત લીધી.

Recent Comments