મનોજ બાજપાયીએ નીરજ પાંડે સાથેની ફિલ્મ બાબતે આશ્ચર્ય જતાવ્યું
હાલમાં જ જાણકારી હતી કે, નીરજ પાંડેની ઓટીટી પરની આગામી ફિલ્મમાં મનોજ બાજપાયી અને કે કે મેનન સાથે કામ કરવાના છે. અભિનેતા મનોજ બાજપાયીએ આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. તેણે આ સોદો ક્યારે થયો હોવાનું આશ્ચર્ય સાથે જણાવ્યું હતં. મનોજ બાજપેયીના સ્પષ્ટીકરણ પછી ફિલ્મના પ્રકાશન અને લેખકે માફીનામું લખીને આ જાણકારી ખોટી હોવાનું સ્વીકાર્યું હતું. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મનોજ બાજપાયી અને કે કે મેનન નીરજ પાંડેની એક જાસૂસી થ્રિલરમાં સાથે કામ કરવાના છે અને આ ફિલ્મ નેટફિલ્ક્સ પર સીધી જ રિલીઝ કરવામાં આવશે. જેનું મનોજ બાજપાયીએ ખંડન કર્યું છે. નીરજ પાંડે અને કે કે મેનન હાલ લોકપ્રિય વેબ સીરીઝ સ્પેશસ પ્સની બીજી સીઝનની તૈયારી કરી રહ્યા છે. જ્યારે મનોજ બાજપાયી ધ ફેમિલી મેન૩ને પૂરી કરી રહ્યો હોવાનું જણાવ્યું છે.
Recent Comments