રાષ્ટ્રીય

લુફ્થાન્સા, બ્રિટિશ એરવેઝ, સ્વિસ, એર ફ્રાન્સ સહિત અનેક એરલાઇન્સ દ્વારા સ્વેચ્છાએ પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર ટાળ્યું

ભારતના જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન પર કડક પગલાં ભર્યા હતા જેમાં ભારતે પાકિસ્તાનની એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. જોકે, ઘણા અન્ય દેશોની એરલાઇન્સ પણ પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાનું ટાળી રહી છે.

ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે લુફ્થાન્સા, બ્રિટિશ એરવેઝ, સ્વિસ, એર ફ્રાન્સ, ઇટાલીની ITA અને પોલેન્ડની LOT સહિત કેટલીક મોટી યુરોપિયન એરલાઇન્સે સ્વેચ્છાએ પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર ટાળ્યું છે.

તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ન કરી શકવાને કારણે એર ઈન્ડિયાને વાર્ષિક $600 મિલિયનનું નુકસાન થઈ શકે છે. બીજી તરફ, વાર્ષિક ધોરણે ઓવરફ્લાઇટ ફી ન મળવાને કારણે પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીને કરોડો ડોલરનું નુકસાન થઈ શકે છે.ફેબ્રુઆરી 2019 માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટમાં આતંકવાદી છાવણી પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ એરલાઇન્સ માટે એરસ્પેસ ઉપલબ્ધ ન થવાને કારણે પાકિસ્તાની અધિકારીઓને પાંચ મહિનામાં ઓછામાં ઓછા $100 મિલિયનનું નુકસાન થયું. સેન્ટર ફોર એશિયા-પેસિફિક એવિએશન (CAPA) એ જણાવ્યું હતું કે ભારતીય એરલાઇન્સ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી ઉડાન ન ભરી શકવાને કારણે દર મહિને $70-80 મિલિયનનો વધારાનો ખર્ચ ઉઠાવી રહી છે.

Related Posts