ગુજરાત

ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા “ભણે એ નરસૈંયો”ના પ્રકાશન પર્વ એ અનેક મર્મજ્ઞ સારસ્વત મહાનુભાવો ઉપસ્થિત રહેશે

સુરત શહેર માં વાંચન રસિકો માટે જાહેર સ્થળો એ જ્ઞાન મંદિર રચી દેતી સંસ્થાન  ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા “ભણે એ નરસૈંયો” પુસ્તક  પ્રકાશન પર્વ એ મર્મજ્ઞ મહાનુભાવોની ઉપસ્થિતિ માં ૧૮ જાન્યુઆરી એ સારસ્વતો ની નિશ્રા માં પ્રકાશન રૂપે “ભણે એ નરસૈંયો” નું પુસ્તક ગઠન ના મુક સાક્ષી બનવાનો અનેરો અવસર વેદ અને ઉપનિષદમાં રહેલ સર્વ સમાવેશી ભારતીય તત્વજ્ઞાનને આપણાં મધ્યયુગીન ભક્તિ આંદોલનના સંતકવિઓએ લોકભોગ્ય ભાષામાં ઢાળી સરળ પદોમાં વહાવ્યું. આ સંતો પૈકી નરસૈંયાના પદોથી ગુજરાત રળિયાત છે. આ પદોમાં મહાત્મા ગાંધીને અત્યંત પ્રિય એવા પદ ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…”નું વિસ્તારથી અનુશીલન ‘ભણે નરસૈંયો’ પુસ્તકરૂપે આપણી વચ્ચે લાવ્યા છે મહેશ પઢારિયા.

આ પુસ્તક પ્રકાશનમાં નિમિત્ત બનવાનો ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટને હરખ તો હોય જ ને!! તો ચાલો આ પદનો આસ્વાદ માણીએ રસજ્ઞ અને મર્મજ્ઞ મહાનુભાવોની સાથે કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડૉ. હાજીભાઈ બાદી (નિવૃત્ત અધ્યાપક, લોકભારતી સણોસરા) મુખ્ય મહેમાનશ્રી જયંતીભાઈ નાયી (ગાંધીજન, સંપાદકશ્રી મૈત્રીમિલાપ) ડો.વિરલ દેસાઈ

(નિયામક, જીવનનિષ્ઠા આરોગ્ય કેન્દ્ર, ઉમેટા, જિ.વડોદરા) કાર્યક્રમના ઉદ્ઘાટકશ્રી જે.બી. સર (ચેરમેનશ્રી, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત)  મહેશભાઈ પઢારિયા (સારસ્વત,લેખક) સંયોજક

 કિશોરભાઈ પરમાર શ્રી રજનીશ ખેની શબ્દ સારથી

જીતુભાઈ મકવાણા (ટ્રસ્ટીશ્રી, ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ, સુરત) ઉત્કર્ષના મૂક સેવક – કાર્યકર્તાઓ વિપુલભાઈ પાનસેરિયા યોગેશભાઈ જસાણી  ગૌરવભાઈ ડાભી  ભાવેશભાઇ મિયાણી તુષારભાઈ કોશિયા  ગુણવંતભાઇ ભીમાણી હેમલતાબહેન રણા  વિનોદભાઈ સુતરિયા સહિત અનેકો નામી વિવેચકો ની ઉપસ્થિતિ માં  મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ, જગદીશ્વર ફાર્મ પાસે, ઉત્રાણ, મોટા વરાછા, સુરત.ખાતે મુકેશભાઈ ધામેલિયા લાલાવદર (પ્રમુખશ્રી, ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ, સુરત) શ્રી રાઘવજીભાઈ ડાભી (સ્થાપક, મેનેજીંગ ટ્રસ્ટી, ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ, સુરત) સંસ્થાન દ્વારા સુંદર આયોજન કરાયું છે

Related Posts