દામનગર શહેર માં સીતારામનગર સામે ભુરખિયા રોડ ઉપર બિરાજતા શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત પૂજ્ય સેવાદાસબાપુ બ્રહ્મલીન થયા મુક સેવક સરળ સ્વભાવ થી ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા પૂજ્ય સેવાદાસબાપુ અંન્તયાત્રા એ સિધાવતા અનેક જગ્યાધારી સંતો દ્વારા પૂજ્ય સેવાદસબાપુ ની પાલખી યાત્રા માં હાજરી આપી પુષ્પાજલી અર્પી હતી સદશાસ્ત્ર ના ગહન અભ્યાસુ કથા વાર્તા દ્વારા થી સતત હરિ સ્મરણમય જીવન થી દરેક ના દિલ માં ખૂબ આદર સત્કાર ધરાવતા મહંત શ્રી સેવાદાસ બાપુ નામ પર્યાપ્ત નામ જેવા જ ગુણ સંપન્ન સતત મંદિર પરિસર ની સેવા પ્રવૃત્તિ માં રત રહ્યા હતા પૂજ્ય સેવાદાસ બાપુ ના દેહવસાન વ્યતીત અનેક સેવકો સમુદાય સાધુ સંતો એ પૂજ્ય બ્રહ્મલીન સેવાદાસ ની પાલખી યાત્રા માં હાજરી આપી ત્યાગ સમર્પણ અને સેવા ભાવ ના સદગુણી સિદ્ધસંત અંન્ત ની યાત્રા એ જતા આજે સદગત ની અંતિમ યાત્રા માં ખૂબ મોટી સંખ્યા માં સેવક સમુદાયો ની ઉપસ્થિતિ માં બ્રહ્મલીન પૂજ્ય સેવાદાસ નો પાર્થિવ દેહ પંચ મહાભૂતો માં વિલન કરાયો હતો
દામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત પૂજ્ય બ્રહ્મલીન સેવાદાસબાપુ નો પાર્થિવ દેહ પંચ મહાભૂતો માં વિલીન પાલખીયાત્રા માં અનેક સાધુ સંતો સેવકો એ અર્પી પુષ્પાજંલી

















Recent Comments